આંધ્ર પ્રદેશ : સેપ્ટિક ટેંક સાફ કરવા ઊતરેલા સાત સફાઈ કર્મચારીઓનાં મૃત્યુ

સેપ્ટિક ટેંકની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતિકાત્મક તસવીર

આંધ્ર પ્રદેશના ચિટ્ટુરમાં સેપ્ટિક ટેંક સાફ કરવા ઊતરેલા સાત સફાઈ કામચારીઓનાં મૃત્યુ નીજપ્યા હોવાના અહેવાલ છે.

અહીંની શ્રી વેન્કટેશ્વરા હેચરીઝ ખાતે સેપ્ટિક ટેંક સાફ કરવા માટે સાત લોકોને કામે લગાવાયા હતા. જેમનાં મૃત્યુ નીપજ્યાં છે. ચિટ્ટુરના એસપીએ આ વાતની સ્પષ્ટતા કરી છે.

સેપ્ટિક ટેંકમાં બે ઢાંકણાં હતાં. જોકે, ટાંકીમાં પ્રવેશતા પહેલાં સફાઈ કામદારો બીજા ઢાંકણાને ખોલી નહોતા શક્યા. જેને પગલે આ ઘટના બની હતી.

હેચરીઝે માણસો દ્વારા સફાઈ કરાવવા અંગે મંજૂરી લીધી હતી કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

હાલમાં આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને કેસ દાખલ કરાયો છે.

મહત્ત્વપૂર્ણ છે કે જવાહરલાલ નહેરુ નૅશનલ અર્બન રિન્યૂઅલ મિશનના તાજેતરમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં આંધ્ર પ્રદેશની માળખાકીય સુવિધાઓને દેશમાં સર્વશ્રેષ્ઠ ગણાવાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો