જ્યારે લાલબહાદુર શાસ્ત્રીએ PNBમાંથી લોન લઈને કાર ખરીદી હતી

ઇમેજ સ્રોત, LB MEMORIAL
લાલબહાદુર શાસ્ત્રીએ આ જ કાર પંજાબ નેશનલ બૅંકમાંથી લોન લrને ખરીદી હતી
લાલબહાદુર શાસ્ત્રીજી વડા પ્રધાન બન્યા ત્યાં સુધી તેમની પાસે પોતાનું ઘર તો દૂરની વાત છે, એક નાની કાર પણ નહોતી.
એક વખત શાસ્ત્રીજીનાં બાળકોએ ફરિયાદ કરી કે હવે તો તમે વડા પ્રધાન છો. હવે આપણી પાસે એક કાર હોવી જોઈએ.
એ જમાનામાં એક ફિઆટ કાર 12 હજાર રૂપિયામાં આવતી હતી. તેમણે પોતાના એક સચિવને કહ્યું કે જરા જુઓ તો બૅંક ખાતામાં કેટલા રૂપિયા છે.
તેમના બૅંક ખાતામાં માત્ર સાત હજાર રૂપિયા હતા.
ઇમેજ સ્રોત, INC.IN
લાલબહાદુર શાસ્ત્રીના દીકરા અનિલ શાસ્ત્રીએ બીબીસીને જણાવ્યું હતું, "જ્યારે અમને ખબર પડી કે શાસ્ત્રીજી પાસે કાર ખરીદવા માટે પર્યાપ્ત પૈસા બચ્યા નથી, તો અમે તેમને કહ્યું કે કાર ખરીદશો નહીં."
પરંતુ શાસ્ત્રીજીએ કહ્યું કે તેઓ બાકીના પૈસા બૅંકમાંથી લોન લઈને ચૂકવશે.
તેમણે પંજાબ નેશનલ બૅંકમાંથી કાર ખરીદવા માટે પાંચ હજાર રૂપિયાની લોન લીધી હતી.
જોકે એક વર્ષ બાદ લોનની ચુકવણી પહેલાં જ લાલબહાદુર શાસ્ત્રીનું નિધન થયું હતું.
લાલબહાદુર શાસ્ત્રી બાદ ઇંદિરા ગાંધી વડાં પ્રધાન બન્યાં હતાં અને તેમણે સરકાર તરફથી લોન માફ કરવાની રજૂઆત કરી હતી.
ઇમેજ સ્રોત, LAL BAHADUR SHASTRI MEMORIAL
પરંતુ તેમનાં પત્ની લલિતા શાસ્ત્રીએ તેનો અસ્વીકાર કર્યો અને લાલબહાદુર શાસ્ત્રીના મૃત્યુનાં ચાર વર્ષ સુધી પેન્શનની રકમથી લોન ચૂકવી હતી.
અનિલ જણાવે છે કે જ્યાંજ્યાં તેમનું પોસ્ટિંગ થયું હતું, તેઓ એ કાર સાથે લઈ ગયા હતા.
આ કાર હજુ પણ દિલ્હી સ્થિત લાલબહાદુર શાસ્ત્રી મેમોરિયલમાં રાખવામાં આવી છે અને દૂરદૂરથી લોકોને તેને જોવા માટે આવે છે.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો