ભારતીય ડૉક્ટર્સે દૂર કરી વિશ્વની 'સૌથી મોટી મગજની ગાંઠ'

સંતલાલ પાલનો તેમના મગજની ગાંઠ સાથેની તસવીર
ફોટો લાઈન આ ગાંઠને કારણે સંતલાલ દૃષ્ટિ ગુમાવી ચૂક્યા હતા

દેશના ડૉક્ટર્સે 31 વર્ષના પુરુષના મગજમાંથી 1.8 કિલોગ્રામની ગાંઠ દૂર કરી છે. ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર આ વિશ્વની સૌથી મોટી ગાંઠ હોઈ શકે છે.

આ ગાંઠ દૂર કરવાનું ઓપરેશન સાત કલાક લાંબુ હતું. ઓપરેશન મુંબઈની નાયર હોસ્પિટલમાં 14 ફેબ્રુઆરીએ કરવામાં આવ્યું હતું.

આ ઓપરેશન વિશેની માહિતી એટલા માટે જાહેર કરવામાં આવી નહોતી કારણ કે ડૉક્ટર્સને ઓપરેશન સફળ રહ્યું છે કે નહીં તે વિશે શંકા હતી.

ન્યૂરોસર્જરીના વડા ડૉ. ત્રિમૂર્તિ નાડકર્ણીએ બીબીસીને કહ્યું, "હવે દર્દી જોખમ મુક્ત છે અને બસ હવે તે રોગમાંથી મુક્ત થઈ રહ્યા છે."

તમને આ વાંચવું પણ ગમશે:

ઉત્તર પ્રદેશના દુકાનદાર સંતલાલ પાલ છેલ્લાં ત્રણ વર્ષથી મગજમાં ગાંઠ સાથે જીવી રહ્યા હતા.

ગાંઠને કારણે સંતલાલ પાલ તેમની દૃષ્ટિ ગુમાવી ચૂક્યા છે.

ડૉક્ટર્સને આશા છે કે, હવે ગાંઠ દૂર થઈ ગયા બાદ તેમની સ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો હોવાથી તેમને ફરીથી દેખાતું થશે.

સંતલાલના પત્નીએ અખબાર 'ધ હિંદુ'ને જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશની ત્રણ જુદી જુદી હોસ્પિટલ્સના ડૉક્ટર્સે તેમને જણાવ્યું હતું કે આ ગાંઠને ઓપરેશનથી દૂર કરી શકાય નથી.

ડૉ. નાડકર્ણીએ કહ્યું, "આવા કેસ ખૂબ જ ગંભીર હોય છે."

આ ઓપરેશન દરમિયાન અને ત્યારબાદ સંતલાલ પાલને 11 યૂનિટ લોહી ચડાવવામાં આવ્યું હતું.

ઓપરેશન બાદ તેમને કેટલાક દિવસો સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો