શ્રીદેવીના જીવનમાં બોની કપૂરનો પ્રવેશ કેવી રીતે થયો?

શ્રીદેવી Image copyright Twitter @SrideviBKapoor

મિસ્ટર ઇંડિયા ફિલ્મ બનાવવાની યોજના ચાલી રહી હતી. લેખક જાવેદ અખ્તર અને બોની કપૂર શ્રીદેવીને ફિલ્મ ઑફર કરવા માટે ચેન્નાઈ ગયા.

ફોન પર શ્રીદેવીની મમ્મીએ તે બંનેને રાહ જોવા માટે કહ્યું, કેમકે શ્રીદેવી વ્યસ્ત હતાં.

લગભગ 3-4 દિવસ સુધી કોઈ ફોન આવ્યો નહીં. જાવેદ સાહેબને અફસોસ થઇ રહ્યો હતો કે વાત આગળ નથી વધી રહી.

જ્યારે બોની કપૂરને ચિંતા થઈ રહી હતી કારણ કે તે મોટી ફિલ્મ બનાવવા જઈ રહ્યા હતા.

બોની કપૂર શ્રીદેવીના બંગલાના ચક્કર કાપતા હતા. આમ કરતાં-કરતાં દસ દિવસે શ્રીદેવીએ મળવાનો સમય આપ્યો.

તમને આ વાંચવું પણ ગમશે:

ફિલ્મની વાર્તા તેમને ગમી અને ફિલ્મ કરવા તે રાજી થઈ ગયાં.


બોની સતત શ્રીદેવીની સાથે રહેતા

Image copyright Twitter @SrideviBKapoor
ફોટો લાઈન શ્રીદેવીના માતા-પિતા સાથે તેમની બાળપણની તસવીર

શ્રીદેવીનાં માતા બીમાર હતાં. તેમની બ્રેઇન સર્જરી કરાવવાની હતી. જ્યારે બોની કપૂરને ખબર પડી તો તે ચેન્નાઈ જતા રહ્યા.

ડૉક્ટરની સલાહ પ્રમાણે શ્રીદેવીનાં માતાને સર્જરી માટે અમેરિકા લઈ જવામાં આવ્યાં.

આખી ટ્રિપમાં બોની કપૂર તેમની સાથે હતા. અહીં અમેરિકામાં ડૉક્ટર્સે શ્રીદેવીનાં માતાની સર્જરીમાં ભૂલ કરી.

કપૂર આ હોસ્પિટલ સામે કોર્ટમાં ગયા. અંતે આ મામલે સમાધાન થયું અને 16 કરોડ રૂપિયા મળ્યા.

શ્રીદેવીએ તેમના જીવનના આ કપરા સમયમાં કપૂર કેવી રીતે તેમના માતા અને તેમની સેવા કરી રહ્યા હતા તે જોયું.

શ્રીદેવીના પિતાનું નિધન પહેલાં જ થઈ ચૂક્યુ હતું. તે તેમના માતાની સૌથી નજીક હતાં.

માતાના નિધન બાદ શ્રીદેવીને સાંત્વના આપવા બોની કપૂર તેમના ઘરે રહેતા હતા.


બોની સાથે લગ્ન બાદ પંજાબી રિવાજો શીખ્યાં

Image copyright Twitter @SrideviBKapoor

સહાનુભૂતિથી શરૂ થયેલો આ સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો.

બોની કપૂર શ્રીદેવીને એક અભિનેત્રી તરીકે ખૂબ પસંદ કરતા. પણ તેમણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેમની સાથે લગ્ન કરી લેશે.

લગ્ન પછી શ્રીદેવીએ પંજાબી રીતિ-રિવાજો શીખ્યા.

પોતાની જાતને પંજાબી પરિવારમાં ઢાળવાના પ્રયત્નો કર્યા.

શ્રીદેવીએ બોની કપૂરને ક્યારેય દક્ષિણ ભારતીય રિત-રીવાજો અપનાવવા ન કહ્યું.


કપૂર પરિવાર સાથે લગાવ

Image copyright Twitter @SrideviBKapoor

શ્રીદેવીને બોની કપૂરના પરિવાર સાથે ઘણો લગાવ હતો.

ખાસ કરીને તેમના ભાઈઓ અને તેમના બાળકો સાથે.

શ્રીદેવીએ સસરા સુરિંદર કપૂરના 75માં જન્મદિવસે ચેન્નાઇમાં બહુ મોટો કાર્યક્રમ કર્યો હતો.

તેમના 16 રૂમના બંગલામાં યજ્ઞ પૂજાનું આયોજન થયું હતું.

જેમાં રજનીકાંત અને કમલ હસન પણ હાજર રહ્યા હતા.

શ્રીદેવી પોતાના સ્વાસ્થ્યનું ઘણું ધ્યાન રાખતાં હતાં.

Image copyright Twitter @SrideviBKapoor

બોની કપૂર પોતાના સ્વાસ્થ્ય માટે એટલા બેદરકાર હતાં શ્રીદેવી હંમેશા તેવી ફરિયાદ કરતા રહેતાં.

શ્રીદેવી તેમની મોટી દીકરી જ્હાન્વી કપૂરની પહેલી ફિલ્મ ‘ધડક’ માટે ઘણી ઉત્સાહિત હતાં.

તે તેને તાલીમ પણ આપતાં હતાં. તેઓ હાલમાં લગભગ 30-40 સ્ક્રીપ્ટ વાંચી રહ્યા હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ