સોશિયલ : શ્રીદેવી પર કોંગ્રેસનું ટ્વીટ બન્યું મજાકનું કારણ

શ્રીદેવી Image copyright Getty Images

ફિલ્મ અભિનેત્રી શ્રીદેવીનાં મૃત્યુ બાદ કોંગ્રેસનું એક ટ્વીટ સોશિયલ મીડિયામાં મજાકનું કારણ બની ગયું.

સોશિયલ મીડિયામાં કોંગ્રેસના અધિકૃત ટ્વિટર હૅન્ડલનું એક ટ્વીટ ચર્ચાનો વિષય બન્યું છે.

વાત એમ છે કે અભિનેત્રીના મૃત્યુ બાદ રવિવાર સવારે કોંગ્રેસના ટ્વિટર હૅન્ડલ પરથી એક ટ્વીટ કરાયું હતું કે, ''શ્રીદેવીના નિધન અંગે જાણીને અમને અફસોસ છે.

એક શ્રેષ્ઠ અભિનેત્રી. એક દિગ્ગજ અભિનેત્રી કે જે આપણાં હૃદયમાં પોતાના કામના માધ્યમ થકી જીવંત રહેશે.

તેમના પરિવારજનો સાથે અમારી સંવેદનાઓ છે. 2013માં યુપીએ સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.''

જોકે, થોડા સમય બાદ કોંગ્રેસે આ આ ટ્વીટ ડિલીટ કરી દેવાયું.

આપને આ વાંચવું ગમશે :

જે બાદ રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ પદની ટીકા કરનારા શહઝાદ પૂનાવાલાએ આના પર ટ્વીટ કર્યું.

પોતાના ટ્વિટર હૅન્ડલ શહઝાદ જય હિંદથી ટ્વીટ કરતા તેમણે લખ્યું, ''દુખદ છે કે રાહુલ ગાંધીની ટીમ મોત પર પણ રાજકીય મૂડી જમા કરવાનો પ્રયાસ કરી રહી છે. પણ શું કોઈને આશ્ચર્ય થયું કે તેમણે આવું કર્યું?''

ગીતિકા નામના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરાયું કે, ''મૃતદેહો પર રાજકારણ રમવામાં કોંગ્રેસે પીએચડી કર્યું છે. શ્રીદેવીને પણ ના છોડ્યાં.''

સોશિયલ મીડિયા પર ટીકા થયા બાદ કોંગ્રેસના ટ્વિટર હૅન્ડલ પરથી એ ટ્વીટ ડિલીટ કરી દેવાયું. અને બાદમાં શ્રીદેવીને લઈને કેટલાય ટ્વીટ કરાયા.

જે ટ્વીટ ડિલીટ કરી દેવાયું હતું એવું જ ટ્વીટ ફરીથી કરાયું પણ આ વખતે પદ્મ પુરસ્કારની વાત હટાવી દેવાઈ.

આ દરમિયાન શ્રીદેવીને લઈને સોશિયલ મીડિયામાં પણ લોકોએ મોટા પ્રમાણમાં શોક વ્યક્ત કર્યો.

શ્રીદેવી સાથે 'ચાંદની' અને 'લમ્હે' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અનુપમ ખેરે લખ્યું, ''વિશ્વાસ કરવો મુશ્કેલ છે. વિચલીત છું... શું હું કોઈ બીહામણું સપનું જોઈ રહ્યો છું? શ્રીદેવી જતા રહ્યાં?

આ બહુ જ ઉદાસ કરનારી બાબત છે. તેઓ અત્યાર સુધીની સૌથી પ્રભાવશાળી અને સુંદર અભિનેત્રીઓમાંથી એક હતાં. ભારતીય સિનેમાના રાણી. એક દોસ્ત. એમની સાથે કેટલીય ફિલ્મોમાં કામ કર્યું. અને કેટલીય યાદો...

લંડનના મેયર સાદિક ખાને લખ્યું, ''તાજેતરના ભારત પ્રવાસ દરમિયાન શ્રીદેવીને મળીને બહુ જ સારું લાગ્યું હતું. તેમના જેવાં અભિનેત્રી, પરફૉર્મર અને પ્રૉડ્યુસરનાં મૃત્યુના સમાચારે ઉદાસ કરી દીધો.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો