'મારી 'નાગા' હોવાની ઓળખ મારા માટે સૌથી અગત્યની છે'

નાગાલેન્ડના લોકો

હું ખેડૂત છું. જ્યારે હું બીમાર પડું છું ત્યારે આ કામ કરવું અઘરું લાગે છે. પરંતુ તમારા જેવા લોકો માટે બધું સરળ છે! તમે આવો છો અને ફોટો પાડો છો, (હસીને) ક્લિક કર્યું અને કામ પૂરું.

મારે જીવવા માટે સખત સંઘર્ષ કરવો પડે છે. પણ હું એ વાતથી ખુશ છું કે નાગાલેન્ડની જમીન ફળદ્રુપ છે. અમે ભારતના અન્ય ભાગોમાં દુષ્કાળ અને ગરીબી વિષે સાંભળીએ છીએ. અહીં એવું નથી.

અમે અહીં આત્મનિર્ભર છીએ. તેની મને મને ખુશી છે. હું ભણી ના શકી તેનો મને અફસોસ છે. જો હું ભણી હોત, તો હું બીજી જગ્યાએ જઈ શકી હોત.

તમને આ વાંચવું પણ ગમશે:

માત્ર ભણતરના કારણે સમાજમાં મહિલાઓની સ્થિતિ બદલાઈ રહી છે. જો તમે ભણેલા ના હોવ તો, મારી જેમ ડાંગરના ખેતરોમાં ખેતી કરતા કરતાં જ મરી જશો!

અમારા લગ્નના દિવસે, હું ખૂબ ખુશ હતો. મારા માતા-પિતાએ મારા માટે જે કન્યાની પસંદગી કરી હતી તે મને ખૂબ ગમી હતી.

હું તેને પ્રેમ કરું છું અને તે મને પ્રેમ કરે છે. અને એટલે જ આટલા વર્ષોથી અમે એક સાથે રહીએ છીએ. અમારે છ દીકરા અને ત્રણ દીકરી છે જે અમારી જેમ ખેડૂત છે.

મારી નાગા તરીકેની ઓળખ મારા માટે સૌથી અગત્યની છે. જો તમે મને પૂછશો કે શું હું ભારતીય છું, તો તે મારા માટે બહુ ચિંતાનો વિષય નથી.

હું મારા માતાપિતાનું એક માત્ર બાળક હતો. તેઓએ મને હંમેશા મહેનત કરવાની અને પ્રામાણિક રહેવાની શિક્ષા આપી હતી.

મેં તેમની સલાહ માની અને દિવસ રાત મહેનત કરીને પ્રમાણિકતા જીવન જીવ્યો. હવે હું આ જ શિક્ષા આવનારી પેઢીને આપવા માંગુ છું.

અમને નાગા હોવાનો ગર્વ છે. નાગા મહિલા તરીકે મને ગર્વ છે.

આ ચૂંટણીમાં, મહિલા ઉમેદવારો પણ લડવાના છે. તેઓ રાજકારણમાં જોડાઈ રહ્યા છે એ સારું પગલું છે.

આ પ્રકારની પહેલ મેં ઘણા વર્ષોથી જોઈ નથી. મને રાજકારણમાં ખરેખર રસ નથી.

જ્યારે હું વડાપ્રધાન મોદીને સાંભળું છું, ત્યારે તેમના શબ્દો મને સારા લાગે છે, પરંતુ મને ખાતરી નથી કે તેઓ તેમના વચનો પૂરા કરશે કે નહી.

તમે મને પૂછો છો કે હું શું કરું છું? હું કશું નથી કરતી! હું આખો દિવસ ઘરે બેસીને આખો દિવસ ખાઉં છું.

હું ખુશ છું કે મને દરરોજ સારું જમવાનું મળે છે અને દેશી વાઇન પણ!

મારી તબિયત સારી નથી રહેતી એટલે હું આખો દિવસ ઘરમાં રહીને રસોઈ કરું છું.

મને રાંધવાનો શોખ છે. પરિવારમાં બધા મારી રસોઈના વખાણ કરે છે. તેઓ વાનગીને ચાખીને જ કહી શકે છે કે તે મેં બનાવી છે.

મને બીફ, કઠોળ અને માછલી રાંધવાનો શોખ છે. તમે તેને ચાખશો તે મને ખાતરી છે તમને ભાવશે.

હું કેડીમા ગામની ખેડૂત છું. હું દરરોજ અહીં સામાન વેચવા આવું છું.

વસ્તુ ઉગાડીને તેનું જાતે જ વેચાણ કરવાનો આનંદ જ જુદો હોય છે.

હું જીવનથી તદ્દન સંતુષ્ટ છું. પરંતુ મારા બાળકો આ વ્યવસાય માટે તૈયાર નથી.

તેઓ શહેરમાં અભ્યાસ કરી રહ્યાં છે અને હું ઇચ્છું છું કે તેઓ ખૂબ આગળ વધે.

શું તમે ભારતથી અલગ માનો છો? જરાય નહિ! અમને બધું જ ભારત તરફથી જ મળ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો