શા માટે ચૂક્યા ભાજપના સંસદ સભ્ય પરેશ રાવલ?

પરેશ રાવલ.

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

પરેશ રાવલ.

સોશિયલ મીડિઆના આ યુગમાં જૂની-પુરાણી વાતોને ઉખેળવા પુરાતત્વ વિભાગની જરૂર નથી પડતી. માત્ર સ્ક્રીનશોટ જ તમારું કામ પૂરું કરી આપે છે.

ભાજપના સંસદ સભ્ય અને બૉલિવુડ અભિનેતા પરેશ રાવલનો આવો એક સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યો છે.

ટ્વિટર પર મંગળવારે લાંબા સમય સુધી #JhoothiCongress ટ્રેન્ડ કરી રહ્યો હતો. આ હૅશટૅગ સાથે ટ્વીટ કરનારા લોકો બન્ને ભાજપના નેતાઓ અને સમર્થક હતાં.

કદાચ તમને ખબર જ છે કે કેવી રીતે જાણીજોઈને ટ્વિટર પર રાજકીય ટ્રેન્ડ વાઇરલ થાય છે.

તમને આ પણ વાંચવું ગમશે

આઈ.ટી. સેલ પોતાના કાર્યકર્તા અને નેતાઓને ટ્રેન્ડ અલર્ટ મોકલે છે. જેમાં કયા સમયે કયા હૅશટૅગ સાથે ટ્વીટ કરવાનું છે, એની જાણકારી હોય છે.

શા માટે થઈ પરેશ રાવલથી ભૂલ?

ઇમેજ સ્રોત, AFP

ટ્વિટર પર કોંગ્રેસને જૂઠું જાહેર કરવાના પ્રયાસમાં ફિલ્મી દુનિયાના "બાબૂ ભૈયા"ની ભૂમિકાથી લોકપ્રિય બનેલા સંસદ સભ્ય પરેશ રાવલથી એક ચૂક થઈ ગઈ.

ટ્વિટર પર શૅર થયેલા સ્ક્રીનશૉટ અનુસાર, પરેશ રાવલે ટ્રેન્ડ એલર્ટના એ ગૂગલ ડૉક્યુમન્ટને ટ્વીટ કર્યું હતું જેમાં #JhoothiCongress હૅશટૅગ સાથે લખાણની વિગતો વિશે શૅર કરવાની જાણકારી છે.

ટ્વિટર યૂઝર @smamv39એ પરેશ રાવલનાં ટ્વીટનો સ્ક્રીનશૉટ શૅર કરીને લખ્યું, "પરેશ રાવલને આ દસ્તાવેજને ભાજપના વૉટ્સઍપ ગૃપમાં શૅર કરવો હતો જેથી આઈ.ટી. સેલમાં નિમણૂક થયેલાં લોકો દસ્તાવેજને ટ્રેન્ડ કરાવી શકે. સાહેબ તમારા આ ટ્વીટ જોઈને નારાજ થશે."

પરેશ રાવલે આ ટ્વીટને તરત જ ડિલીટ કર્યું હતું. પરંતુ ત્યાં સુધી લોકો સ્ક્રીનશૉટ લઈ ચૂક્યા હતા.

ભાજપના નેતાઓનાં ટ્વિટ અને ગૂગલ ડૉક્યુમન્ટ

મંગળવારે #JhoothiCongress સાથે ભાજપના નેતાઓ જે ટ્વીટ કરી રહ્યાં હતાં, તે આ ગૂગલ ડૉક્યુમન્ટમાંથી જ હતા. જેની એક ઝલકી સૂરતથી ભાજપના વિધાયકના ટ્વીટ અને પરેશ રાવલના ટ્વિટ કરેલ દસ્તાવેજમાં સમાનતા જોઈ શકો છો.

ઇમેજ સ્રોત, Twitter

બીજું ઉદાહરણ તમે ગુજરાતના ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલના ટ્વીટ અને નિમ્નલિખિત દસ્તાવેજમાં જોઈ શકો છો.

ઇમેજ સ્રોત, Twitter

#JhoothiCongress હૅશટૅગનો ખુલાસો મંગળવારે સાંજના ચાર વાગે કરવામાં આવ્યો હતો. જેની જાણકારી ભાજપના આઈ.ટી. સેલના અમિત માલવિયાએ ટ્વિટર પર આપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો