ચિરનિદ્રામાં પોઢી ગયેલાં શ્રીદેવીની અલવિદા

શ્રીદેવી Image copyright EXPANDBLES

શ્રીદેવી અનંતની સફરે નીકળી ગયાં છે.

શ્રીદેવી Image copyright EXPNADBLES

શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપીને અને છેલ્લી વખત અલવિદા કહેવા માટે બોલીવુડના અનેક કલાકારો અને તેમના ચાહકો સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં એકઠાં થયાં.

શ્રીદેવી Image copyright Expandable

હવે શ્રીદેવીનો નશ્વર દેહ વિલે પાર્લે સ્મશાનમાં પંચમહાભૂતમાં મળી ગયો છે.

શ્રીદેવી Image copyright EXPANDBLE

માર્ગો પર શ્રીદેવીના ચાહકોની ભીડ છે.

શ્રીદેવી Image copyright DIVYAKANT SOLANKI/EPA
ફોટો લાઈન માધુરી દિક્ષિત અને તેમના પતિ ડૉ. નેને

શનિવારે દુબઈમાં તેમનું નિધન થયું હતું અને તેમનો મૃતદેહ મુંબઈ લાવવામાં આવ્યો હતો.

શ્રીદેવી Image copyright DIVYAKANT SOLANKI/EPA
ફોટો લાઈન બોની કપૂરના ભાઈ સંજય કપૂર

54 વર્ષીય શ્રીદેવીનો મૃતદેહ દુબઈની એક હોટલના રૂમના બાથટબમાં મળ્યો હતો.

શ્રીદેવી
ફોટો લાઈન હેમા માલિની

દુબઈ પોલીસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શ્રીદેવીનું મૃત્યુ બેહોશ થયા બાદ અકસ્માતે ડૂબી જવાથી થયું હતું.

શ્રીદેવી Image copyright EXPANDABLE/PR
ફોટો લાઈન ઐશ્વર્યા રાય બચ્ચન

શ્રીદેવીનું નામ બોલીવુડની એ જૂજ અભિનેત્રીઓમાં લેવાય છે, જેમને બોક્સ ઓફિસ પર સફળતાની ગેરેન્ટી તરીકે જોવાતી હતી.

શ્રીદેવી Image copyright EXPANDABLE/PR
ફોટો લાઈન જૈકલીન ફર્નાડિસ

યોગાનુયોગ કહો કે વિડંબના, આજથી બરાબર 21 વર્ષ પહેલાં 28 ફેબ્રુઆરીના જ દિવસે શ્રીદેવીની ફિલ્મ ‘જુદાઈ’ રિલીઝ થઈ હતી.

શ્રીદેવી Image copyright EXPANDABLE/PR
ફોટો લાઈન રવિના ટંડન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ