પ્રેસ રિવ્યૂઃ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને શા માટે ટીંગાટોળી કરી બહાર કઢાયા?

ગુજરાત વિધાનસભા Image copyright gujaratinformation.official

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ ગુજરાત વિધાનસભામાં બુધવારનો દિવસ તોફાની રહ્યો. પ્રેટ્રોલ-ડિઝલ પર લાગેલા વેટના મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે વિખવાદ થયો હતો.

આ મામલે વિપક્ષના નેતા ધાનાણી બોલવા ઊભા થયા હતા, માઇક બંધ હોવા છતાં તેઓ બોલવા લાગ્યા હતા. ધાનાણીને અધ્યક્ષે બોલવા ન દેતા કોંગ્રેસના ધારાસભ્યો ઊભા થઈ ગયા હતા.

જે બાદ કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી ગયા હતા અને ભાજપ સામે સુત્રોચાર કર્યો હતો. જેથી અધ્યક્ષે કોંગ્રેસના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

અખબારના અહેવાલ મુજબ કેટલાક ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કાઢવા માટે તેમને ટીંગાટોળી કરીને બહાર લઈ જવાયા હતા.

હવે કોંગ્રેસ વિધાનસભાના અધ્યક્ષ સામે જ અવિશ્વાસની દરખાસ્ત લાવવાનું વિચારી રહી છે.


નીરવ મોદીએ સીબીઆઈનેસ્પષ્ટ ના પાડી દીધી

Image copyright Facebook/NiravModi

એનડીટીવીના અહેવાલ મુજબ પંજાબ નેશનલ બૅન્કના 11 હજાર કરોડના કૌભાંડમાં નીરવ મોદીએ તપાસમાં સહયોગ આપવાનો નનૈયો ભણી દીધો છે.

આ કૌભાંડની તપાસ કરી રહેલી તપાસ એજન્સી સીબીઆઈએ નીરવ મોદીના ઑફિશિયલ ઇ-મેઇલ એડ્રેસ પર એક મેઇલ મોકલ્યો હતો.

જેમાં સીબીઆઈએ નીરવ મોદીને તપાસમાં સાથ આપવા તથા તેમાં જોડાવા માટે કહ્યું હતું.

જોકે, સીબીઆઈને મળેલા જવાબમાં નીરવ મોદીએ કહ્યું છે કે જ્યાં સુધી વિદેશમાં તેમના વ્યવસાય છે ત્યાં સુધી તેઓ તપાસમાં જોડાઈ શકશે નહીં.


કાંચી પીઠના શંકરાચાર્યના આજે અંતિમ સંસ્કાર

Image copyright Getty Images

દૈનિક જાગરણના અહેવાલ મુજબ કાંચી પીઠના શંકરાચાર્યનું બુધવારે નિધન થયું હતું. જેમના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

તેઓ 82 વર્ષના હતા અને ઘણા દિવસોથી બીમાર હતા. બુધવારે શ્વાસ લેવામાં તકલીફને કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થયું.

જ્યેન્દ્ર સરસ્વતી 1994માં ચંદ્રશેખર સરસ્વતીના નિધન બાદ કાંચી પીઠના શંકરાચાર્ય બન્યા હતા.

આજે તેમના ચંદ્રશેખરની સમાધીની બાજુમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો