શ્રીદેવીનાં મૃત્યુ પહેલાં એ રાત્રે શું થયું હતું? સામે આવ્યો સમગ્ર ઘટનાક્રમ!

શ્રીદેવી Image copyright AFP/GETTY IMAGES

શ્રીદેવીનાં મૃત્યુ બાદ તેમનાં મૃત્યુ અંગે અનેક વાતો વહેતી થઈ હતી. સમાચાર માધ્યમોમાં પણ સતત તેમનાં મૃત્યુ અંગે અનેક પ્રકારના અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

હવે દિવંગત અભિનેત્રી શ્રીદેવીના પતિ બોની કપૂરે 24 ફેબ્રુઆરીની રાત્રે શું થયું હતું, તે સમગ્ર ઘટના પર પ્રકાશ પાડ્યો છે.

24 ફેબ્રુઆરીના રોજ જ શ્રીદેવીનું દુબઈની એક હોટેલના બાથટબમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.

બોની કપૂરે જણાવ્યું કે કેવી રીતે તેઓ પોતાના પત્નીને સરપ્રાઇઝ આપવા માટે અચાનક દુબઈ પહોંચ્યા હતા. કેવી રીતે તેઓ એકબીજાને ભેંટ્યા હતા. કેવી રીતે એકબીજાને ચૂંબન કર્યું હતું અને કેવી રીતે આશરે બે કલાક બાદ જ શ્રીદેવી પાણીથી ભરેલા બાથટબમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં.

તમને આ પણ વાંચવું ગમશે

બોની કપૂરે પોતાના ત્રીસ વર્ષ જૂના મિત્ર અને ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટા સાથે વાતચીત દરમિયાન 24 ફેબ્રુઆરીની સાંજે ઘટેલી આ ઘટના અંગે માહિતી આપી હતી.

કોમલ નાહટાએ આ વાતચીત પોતાના બ્લોગ પર પ્રકાશિત કરી હતી અને તેને ટ્વિટર પર પણ શૅર કરી હતી.


દુબઈની હોટલમાં એ સાંજે શું બન્યું હતું?

Image copyright TWITTER @SRIDEVIBKAPOOR
 • બોનીએ નાહટાને જણાવ્યું કે 24 વર્ષમાં માત્ર બે વખત એવું થયું છે, જ્યારે બન્ને પતિ-પત્ની સાથે વિદેશ ન ગયા હોય. ફિલ્મ સંબંધિત કામ માટે એક વખત શ્રીદેવી ન્યૂજર્સી અને એક વખત વાનકુંવર ગયાં હતાં.
 • બોની, શ્રીદેવી અને ખુશી એક પારિવારિક લગ્ન સમારોહ માટે દુબઈ પહોંચ્યાં હતાં. લગ્ન 20 ફેબ્રુઆરીના રોજ સંપન્ન થયાં હતાં. બોનીની લખનઉમાં એક મહત્ત્વની બેઠક હતી, જેના માટે તેઓ ભારત પરત ફર્યા હતા. શ્રીદેવીએ દુબઈમાં જ રોકાવાનું નક્કી કર્યું હતું કેમ કે તેમણે જાહ્નવી માટે શોપિંગ કરવાનું હતું.

'પાપા, તમને મિસ કરું છું'

Image copyright Getty Images
 • બોનીએ નાહટાને જણાવ્યું, "24 ફેબ્રુઆરીની સવારે મારી શ્રીદેવી સાથે વાતચીત થઈ હતી. જ્યારે તેમણે મને કહ્યું, 'પાપા (શ્રીદેવી બોનીને આ જ રીતે બોલાવતાં હતાં), હું તમને મિસ કરું છું.' ત્યારે મેં તેમને કહ્યું નહીં કે હું સાંજે તેમને મળવા દુબઈ આવું છું. જાહ્નવી પણ ઇચ્છતી હતી કે હું દુબઈ જઉં કેમ કે જ્હાનવીને ડર હતો કે તેમના માતા, જેમને એકલા રહેવાની ટેવ ન હતી, પોતાનો પાસપોર્ટ કે જરૂરી દસ્તાવેજ ખોઈ નાખશે."
 • નાહટાએ લખ્યું કે બોનીએ પોતાની 'જાન' અને બે દીકરીઓ-જાહ્નવી અને ખુશીની મા શ્રીદેવીને દુબઈના જુમેરાહ એમિરેટ્સ ટાવર્સ હોટેલ પહોંચીને સરપ્રાઇઝ આપી હતી.
 • બોનીએ હોટેલમાંથી ડુપ્લીકેટ ચાવી લઇને રૂમ ખોલ્યો હતો. નાહટાએ બોનીના હવાલે લખ્યું છે, "બન્ને યુવા પ્રેમીઓને જેમ એકબીજાને ભેંટ્યા."
 • નાહટાના આધારે બોનીએ તેમને જણાવ્યું, "તેમણે (શ્રીદેવીએ) મને કહ્યું કે તેમને અંદાજ લાગી ગયો હતો કે હું તેમને મળવા માટે દુબઈ આવી શકું છું." બન્ને એકબીજાને ભેંટ્યા, ચુંબન કર્યું અને લગભગ અડધા કલાક સુધી વાતો કરી.

'બોનીએ ટીવી ચાલુ કર્યું'

Image copyright Getty Images
 • ત્યારબાદ બોની ફ્રેશ થવા જતા રહ્યા. બાથરૂમમાંથી બહાર આવીને તેમણે પ્રસ્તાવ આપ્યો કે બન્નેએ રૉમેન્ટિક ડિનર પર જવું જોઈએ. તેમણે શ્રીદેવીને નિવેદન કર્યું કે તેઓ આગામી દિવસે શોપિંગ કરવાનો કાર્યક્રમ રદ્દ કરી દે. પરત ફરવાની ટિકિટ પણ બદલવાની જરૂર હતી કેમ કે બન્નેએ હવે 25ની રાત્રે ભારત પરત ફરવાનું નક્કી કર્યું હતું.
 • શોપિંગ માટે 25 ફેબ્રુઆરીના રોજ દિવસ દરમિયાન ઘણો સમય મળી શકતો હતો. રૉમેન્ટિક ડિનર માટે તૈયાર થવા માટે તેઓ નહાવા માટે જતાં રહ્યાં હતાં.
 • યોગીની ટ્રેનિંગ હિંદુ મહાસભાની વિચારધારાની છે
 • બોનીએ નાહટાને જણાવ્યું, "હું લિવિંગ રૂમમાં જતો રહ્યો જ્યારે શ્રીદેવી માસ્ટર બાથરૂમમાં નહાવા તેમજ તૈયાર થવા માટે જતાં રહ્યાં."
 • લિવિંગ રૂમમાં બોની દક્ષિણ આફ્રિકા અને ભારતની ક્રિકેટ મેચ અંગે અપડેટ મેળવવા માટે ટીવી ચેનલ બદલવા લાગ્યા. પછી તેઓ પાકિસ્તાન સુપર લીગની એક મેચની હાઇલાઇટ્સ જોવા લાગ્યા. તેમણે 15-20 મિનિટ મેચ જોઈ. પરંતુ ત્યારબાદ તેમને ચિંતા થવા લાગી કે શનિવારના રોજ તો બધાં જ રેસ્ટોરાંમાં ખૂબ ભીડ હશે.

'જાન, જાન'

Image copyright SRIDEVI/INSTAGRAM
 • ત્યારે આશરે આઠ વાગ્યા હશે. બોનીએ અધીરા થઈને શ્રીદેવીને લિવિંગ રૂમમાંથી જ બૂમ મારી. તેમણે બે વખત શ્રીદેવીને બોલાવ્યાં, પછી તેમણે ટીવીનો અવાજ ધીમો કર્યો. ત્યારે પણ કોઈ જવાબ ન મળ્યો. પછી તેઓ બેડરૂમમાં ગયા, બાથરૂમનો દરવાજો ખટખટાવ્યો અને પછી તેમણે ફરીથી બૂમ પાડી. અંદરથી પાણીનો નળ ખુલ્લો હોવાથી પાણીનો અવાજ આવતો હતો. તેમણે ફરી 'જાન, જાન' કહીને તેમને બોલાવ્યાં.
 • કોઈ જવાબ ન આવ્યો બોની ડરી ગયા અને તેમણે ધક્કો મારી દરવાજો ખોલ્યો. દરવાજો અંદરથી બંધ ન હતો. બોની થોડા ડરી ગયા હતા પરંતુ જે દૃશ્ય તેમની આંખોની સામે આવવાનું હતું, તેના માટે તેઓ ત્યારે પણ તૈયાર ન હતા.
 • બાથટબ પાણીથી ભરેલો હતો અને શ્રીદેવી તેમાં ડૂબી ગયાં હતાં. બોની ઝડપથી શ્રીદેવીની પાસે પહોંચ્યા પરંતુ શ્રીદેવીનું શરીર નિશ્ચેતન થઈને બાથટબમાં પડ્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
#BBCShe : દિલ્હી, પટણા, વિશાખાપટ્ટનમ, કોઈમ્બતૂર, નાગપુર. રાજકોટ. જલંધરની લેશે મુલાકાત
 • નાહટાએ લખ્યું છે, "જે કંઈ થયું, તેના માટે કોઈ તૈયાર ન હતું. તેઓ પહેલાં ડૂબી ગયાં પછી બેભાન થયાં કે પહેલાં બેભાન થયાં અને પછી ડૂબી ગયાં, એ કદાચ ક્યારેય કોઈ જાણી શકશે નહીં."
 • "બાથટબમાંથી થોડું પણ પાણી નીચે પડ્યું ન હતું. શ્રીદેવીને કદાચ એક મિનિટ માટે પણ સંઘર્ષ કરવા માટે સમય ન મળ્યો કેમ કે જો ડૂબતાં ડૂબતાં તેમણે પોતાના હાથ પગ ચલાવ્યા હોત, તો થોડું પાણી ટબની બહાર હોત. પરંતુ ફ્લોર પર જરા પણ પાણી ન હતું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો