બેબી બમ્પ વગર સની લિયોની બન્યાં જોડિયાં બાળકોનાં માતા

ફોટો Image copyright TWITTER

પૉર્ન ફિલ્મો બાદ બોલીવૂડમાં જગ્યા બનાવનારી અભિનેત્રી સની લિયોની એક વાર ફરી માતા બન્યાં છે.

ગત વર્ષે સનીએ એક બાળકીને દત્તક લીધી હતી અને આ વખતે તેમને એક ફોટો શૅર કર્યો છે.

જેમાં તેમના પતિ અને આ બાળકી ઉપરાંત અન્ય બે બાળકો પણ જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર આ તસવીર સાથે સનીએ લખ્યું છે કે, ''આ ભગવાનની કૃપા છે. 21 જૂન 2017 નો દિવસ હતો જ્યારે પતિ અને મને ખ્યાલ આવ્યો હતો કે થોડાં જ સમયમાં અમારા ત્રણ બાળકો હશે.''

Image copyright TWITTER

અમે યોજના બનાવી અને પરિવાર વધારવાનો પ્રયત્ન કર્યો અને આખરે વર્ષો બાદ અશર સિંહ વેબર, નોહા સિંહ વેબર અને નિશા કૌર વેબર સાથે આ પરિવાર પૂર્ણ થઈ ગયો છે.

તમને આ વાંચવું પણ ગમશે:

''અમારા બાળકોનો જન્મ થોડા દિવસ પહેલાં જ થયો છે પરંતુ અમારા દિલમાં અને આંખોમાં તે ઘણાં વર્ષોથી હતા.”

“ભગવાને અમારા માટે ખાસ યોજના બનાવી હતી અને અમને મોટો પરિવાર આપ્યો.”

“અમે ત્રણ ખૂબ જ સુંદર બાળકોના માતાપિતા છીએ, જેનો અમને ગર્વ છે. આ બધાં જ માટે સરપ્રાઈઝ છે.''

Image copyright TWITTER

સની લિયોનીના પતિએ પણ આ જ તસવીર શેર કરી જણાવ્યું કે, ''નોહા અને અશર વેબરને હેલો કહેજો. જીવનનો આગામી અધ્યાય. કરન, નિશા, નોહા, અશર અને મેં.''

પરંતુ શું બાળકોને સનીએ જન્મ આપ્યો છે, આ સવાલ સોશિયલ મીડિયા પર પૂછાઈ રહ્યો હતો. થોડા જ સમય બાદ તેમણે આ પ્રશ્નનો જવાબ આપ્યો.

સનીએ જણાવ્યું, ''જેથી કોઈ ભ્રમ ન ઉદ્ભવે, હું કહેવા ઇચ્છુ છું કે અશર અને નોહા અમારાં બાયોલોજિકલ બાળકો છે. અમે ઘણાં વર્ષો પહેલાં પરિવાર પૂર્ણ કરવા માટે સરોગસીનો વિકલ્પ ઉપયોગ કર્યો હતો અને હવે તે આખરે પૂર્ણ થઈ ગયો છે. હું ખૂબ જ ખુશ છું.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો