ગ્રાઉન્ડ રિપોર્ટઃ 'લેનિન, સ્ટાલિન બધાએ જવું પડશે'

લેનિનની પ્રતિમા Image copyright TWITTER

"લેનિન, સ્ટાલિન બધાએ જવું પડશે. લેનિન, સ્ટાલિન, માર્ક્સ. બધાએ જવું પડશે. મૂર્તિઓનો વિનાશ થઈ ગયો અને હવે જે રોડ પર તેમનું નામ હશે તેનો પણ નાશ થશે."

આ શબ્દો છે ત્રિપુરાના બેલોનિયા ક્ષેત્રમાંથી નિર્વાચિત ભાજપ ધારાસભ્ય અરુણ ચંદ્ર ભૌમિકના.

તેમણે એ પણ કહ્યું કે પુસ્તકોમાં આ લોકો વિશે જે કંઈ લખવામાં આવ્યું છે તેને પણ હટાવવામાં આવશે કેમ કે તેઓ ભારતીય સંસ્કૃતિનો ભાગ નથી.

તમને આ પણ વાંચવું ગમશે

એક સમયે લેનિનગ્રેડ તરીકે ઓળખાતા ત્રિપુરાનો દક્ષિણી ભાગ હવે લેનિન-શૂન્ય થઈ ગયો છે.

એક બાદ એક કમ્યુનિસ્ટોનો ગઢ રહી ચૂકેલા ઉત્તર-પૂર્વ ભારતમાં લેનિનની મૂર્તિઓ તોડી પાડવામાં આવી રહી છે.


રસ્તાઓ પર સન્નાટો, લોકો ડરેલા છે

રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની ગઠબંધન જીત બાદ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે.

કમ્યુનિસ્ટ, જેમણે બે દાયકા સુધી સત્તા સંભાળ્યા બાદ હારનું મોઢું જોવું પડ્યું, તેઓ આરોપ લગાવી રહ્યા છે કે દક્ષિણપંથી તેમના પાર્ટી કાર્યાલયો અને કાર્યકર્તાઓને નિશાન બનાવી રહ્યા છે.

લેનિનની પહેલી મૂર્તિ દક્ષિણી ત્રિપુરાના બેલોનિયા કૉલેજ સ્ક્વેરમાં તોડી પડાઈ હતી.

આ જ ક્ષેત્રમાંથી લેફ્ટના નેતા બસુદેવ મજુમદાર ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આ વખતે તેઓ ભાજપના અરુણ ચંદ્ર ભૌમિક સામે તેઓ માત્ર 753 મતના અંતરથી હારી ગયા છે.

રવિવારની સવારે ભૌમિકની જીતની ઉજવણી કરી રહેલા લોકોએ લેનિનની મૂર્તિ પર બુલ્ડોઝર ચઢાવી દીધું હતું.

સોમવારની સાંજે અગરતલાથી 150 કિલોમીટર દુર આવેલા સબરુમમાં પણ લેનિનની મૂર્તિ તોડી નાખવામાં આવી હતી.

મંગળવારના રોજ બેલોનિયાના જિલ્લા પ્રશાસને સર્વપક્ષીય મીટિંગ બોલાવી હતી જેથી શાંતિ મુદ્દે વાત થઈ શકે. સાથે જ કલમ 144 પણ લાગુ રાખાવામાં આવી હતી.


લેફ્ટ પર ભાજપને બદનામ કરવાનો આક્ષેપ

સ્થાનિક ભાજપના પાર્ટી કાર્યાલયમાં ગરમા ગરમીનો માહોલ હતો.

કાર્યાલયના મેનેજર શાંતનુ દત્તાએ કહ્યું કે ભાજપના સભ્યોનો મૂર્તિ તોડી પાડવામાં કોઈ હાથ નથી.

તેમણે આરોપ લગાવ્યા કે CPI(M)ના કાર્યકર્તાઓએ જ ભાજપની ટી-શર્ટ પહેરીને આ કામ કર્યું છે કે જેથી તેમને બદનામ કરી શકાય.

યુક્રેનમાં પણ 2014માં ઘણી મૂર્તિઓ તોડી પાડવામાં આવી હતી. CPI(M)ના દીપાંકર સેન કહે છે કે મૂર્તિ જનતાના પૈસાથી બનાવવામાં આવી હતી અને સ્થાનિક નગરપાલિકાએ તેમનું નિર્માણ કરાવ્યું હતું.

તેમણે બીબીસીને કહ્યું હતું કે આ કારણોસર કમ્યુનિસ્ટ નેતાઓથી માંડીને કાર્યકર્તાઓ પણ ડરી ગયા છે.

અરુણ ચંદ્ર ભૌમિકે કહ્યું છે કે તેમની પાર્ટી હવે એ ભારતીય મહાનાયકોની મૂર્તિઓ લગાવશે જેમણે અંગ્રેજો વિરુદ્ધ લડાઈ લડી હતી કે પંડિત દિનદયાળ જેવા દક્ષિણપંથી વિચારકોની મૂર્તિઓ સ્થાપિત કરશે.

Image copyright TWITTER

આ તરફ કમ્યુનિસ્ટ નેતાઓનું કહેવું છે કે આ બધું જ ગવર્નર તથાગત રૉયના ટ્વીટ બાદ થયું જેમાં તેમણે લખ્યું હતું, "જે કાર્ય લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર કરી શકે છે, તે કામને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર જ નષ્ટ પણ કરી શકે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ