આંતરરાષ્ટ્રીય દિવસ પર શા માટે થઈ કોંગ્રેસનાં ટ્વીટ પર બબાલ?

રાહુલ ગાંધી. Image copyright Getty Images

દર વર્ષે 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

મહિલા દિવસની ઉજવણી માટે ભારતના ઘણા સ્થળોમાં જાહેર કાર્યક્રમો યોજાયા.

આ દિવસના અનુસંધાને સોશિયલ મીડિયા પર #WomensDay ટ્રેન્ડમાં રહ્યો.

તમને આ પણ વાંચવું ગમશે

ત્યારે કોંગ્રેસના અધિકૃત ટ્વિટર હૅન્ડલથી એક ટ્વીટ થયું છે, જેની ઉપર કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે વાંધો ઉઠાવ્યો હતો.

હૅન્ડલથી લખવામાં આવ્યું હતું, "તમે આ વર્ષે મહિલા દિવસની ઉજવણી કેવી રીતે કરશો?"

  • મનપસંદ ડ્રિંક પીને
  • ખડખડ હસીને
  • મોડા રાત્રે રસ્તા પર હરીફરીને
  • ઉપરોક્ત આપેલાં તમામ વિકલ્પો

ગણતરીની કલાકોમાં હજારો સોશિયલ મીડિયા યૂઝર્સે પોલમાં ભાગ લઈને જવાબ આપ્યા.

જોકે, કેટલીક મહિલાઓએ આ પ્રશ્નનો વિરોધ પણ કર્યો.


ટ્વિટર યૂઝર હર્ષિતા વારાણસીએ લખ્યું, "પ્રિય કોંગ્રેસ, મહિલાઓ આમ વિવાદસ્પદ રીતે 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'ની ઉજવણી નથી થતી.

"તેના બદલે, અમે દરરોજ ભારે મહેનતથી કામ કરીને પોતાને પુરવાર કરીને સફળ થઇએ છીએ.

"તમારા પક્ષના અધ્યક્ષની જેમ નહીં, જેઓ 47 વર્ષની ઉંમરે પરિપક્વ દેખવવા માટે ખૂબ જ મહેનત કરે છે."

હેમાએ ટ્વિટમાં લખ્યું, "મને આશ્ચર્ય થઈ રહ્યું છે કે કેવા પ્રકારનાં વિકલ્પો આપવામાં આવ્યા છે."

કૉંગ્રેસના ટ્વિટ પર અંજલીએ જવાબ આપ્યો, "કૉંગ્રેસના સોશિયલ મીડિયા પ્રમુખનું મગજ ચકરાઈ ગયું છે. કોઈ પણ સંસ્કારી વ્યક્તિ આજના દિવસે,

  • તેમના માતા સાથે સમય વિતાવશે અને તેમનાં હાથે જમીને જૂની યાદોને તાજી કરશે
  • માતા, બહેન અથવા દીકરી માટે રસોઈ બનાવશે
  • પૈસા, શિક્ષણ અથવા આરોગ્ય માટે જરૂરિયાતમંદ ગરીબ મહિલાઓની મદદ કરશે."

પીયૂ નાયર લખે છે, "શું નોટા (NOTA)નો વિકલ્પ નથી?"

પ્રતિક્રિયા જણાવતા ટ્વિટર યૂઝર અંશુ રસ્તોગીએ લખ્યું, "કદાચ તમને યાદ નથી. કોઈપણ શુભ પ્રસંગે, મંદિરમાં જઈને પ્રાર્થના કરવાની પણ એક પરંપરા છે."

"આપણી સંસ્કૃતિમાં દારૂ અને ઐયાશીનું કોઈ સ્થાન નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો