વિખ્યાત સૂફી ગાયક પ્યારેલાલ વડાલીનું અવસાન

પ્યારેલાલ વડાલી Image copyright TWITTER

પંજાબી સૂફી ગાયક પ્યારેલાલ વડાલીનું શુક્રવારની સવારે અમૃતસરમાં નિધન થયું હતું.

વડાલી બ્રધર્સના અવાજના ચાહકો ન માત્ર ભારતમાં પણ દુનિયાભરના ઘણાં દેશોમાં તેમના દિવાના છે જેમના માટે તેઓ કાર્યક્રમ કરતા રહ્યા છે. પ્યારેલાલ વડાલી 75 વર્ષના હતા.

અહેવાલ અનુસાર, પ્યારેલાલ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્યારેલાલને કિડની સંબંધિત બીમારી હતી.

Image copyright WADALABROTHERS.IN

પ્યારેલાલ પૂરનચંદ વડાલીના નાના ભાઈ હતા. ફિલ્મ 'તનુ વેડ્સ મનુ'માં વડાલી બ્રધર્સનું ગીત 'એ રંગરેઝ મેરે' બોલિવૂડમાં હીટ ગીત સાબિત થયું હતું.

પૂરનચંદ વડાલીને પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો હતો.

વડાલી બ્રધર્સની વેબસાઇટ પર જણાવ્યા અનુસાર, પૂરનચંદ 25 વર્ષો સુધી અખાડામાં કુસ્તી કરતા હતા. જ્યારે પ્યારેલાલ ગામની રાસલીલામાં કૃષ્ણ બનીને ઘરની આર્થિક મદદ કરતા હતા.

શિરોમણિ અકાલી દળના સુખબીર સિંહ બાદલે પ્યારેલાલ વડાલીના નિધન બાબતે શોક વ્યક્ત કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા