ત્રિપુરા: ચૂંટણી જીત્યા પહેલાં જ નાયબ મુખ્યમંત્રી બન્યા દેબબર્મા

ત્રિપુરાના નાયબ મુખ્યમંત્રી દેબબર્મા.
ફોટો લાઈન ત્રિપુરાના નાયબ મુખ્યમંત્રી દેબબર્મા.

અંતે ત્રિપુરામાં ભારતીય જનતા પક્ષ (ભાજપ) પોતાના સહયોગી દળ આઈ.પી.એફ.ટી.ને મનાવવામાં સફળ રહી છે. મંત્રીમંડળમાં આઈ.પી.એફ.ટી.નું પ્રતિનિધિત્વ રહેશે.

પરંતુ આદિવાસી મુખ્યમંત્રીની માંગણી કરનારી આઈ.પી.એફ.ટી.ને માત્ર 2 બેઠકો મળશે. ભાજપે પોતાના આદિવાસી નેતાને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે.

તમને આ પણ વાંચવું ગમશે

બન્ને નાગાલૅન્ડ અને ત્રિપુરાના વિધાનસભામાં કુલ 60 બેઠકો છે. જેમાં 59 બેઠકો પર ચૂંટણી લડવામાં આવી હતી.

બાકી રહેલી ચારિલમ બેઠક માટે 12 માર્ચના રોજ ચૂંટણી યોજાશે. નાયબ મુખ્યમંત્રી જિષ્ણુ દેવબર્મા અહીંથી ચૂંટણી લડી રહ્યા છે.

જાણકારો કહે છે કે ચારિલમ બેઠકથી ચૂંટણી જીત્યા પહેલાં જ દેબબર્માને નાયબ મુખ્યમંત્રી તરીકે જાહેર કરીને ભાજપે આઈ.પી.એફ.ટી.ને મહાત આપી છે.


શાહી પરિવારના જિષ્ણુ દેબબર્મા

આઈ.પી.એફ.ટી.ના નેતાઓ મંત્રીમંડળમાં માત્ર 2 બેઠક મેળવવાના કારણે તેઓ જાહેરમાં રોષ વ્યક્ત ન કરી શક્યા. કારણ કે જિષ્ણુ દેબબર્મા રાજવી પરિવારના સભ્ય છે.

તેઓ ઘણા વર્ષોથી સંગઠન સાથે જોડાયેલા છે. અગાઉ તેઓ ત્રિપુરા પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી હતા. તાજેતરમાં તેમને ભાજપના આદિવાસી મંડળના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

જિષ્ણુ દેબબર્મા પ્રખ્યાત ગાયક સચિન દેબ બર્મનના નજીકના સંબંધી છે.

બીબીસી સાથેની વાતચીત દરમિયાન જિષ્ણુ દેબબર્માએ સ્વીકાર કર્યું કે આઈ.પી.એફ.ટી. સાથે ચૂંટણી પહેલાં તાલમેલ સ્થાપન કરવાની જવાબદારી ભાજપે તેમને જ આપી હતી. જે તેમણે નિપુણતાથી ભજવી હતી.

પરંતુ આઈ.પી.એફ.ટી.ની માંગણી અંગે ચર્ચા કરતી દરમિયાન તેઓ કહે છે કે આઈ.પી.એફ.ટી. પણ એક સંગઠન છે જેની પોતાની વિચારધારા છે.

તેઓ કહે છે, "અમે પાર્ટીની વિચારધારાનો આદર કરીએ છીએ, જેમ તે આપણી વિચારધારાનો કરે છે. ચૂંટણી માટે તાલમેલનો અર્થ એ નથી કે બધી વાતો સ્વીકારવી જોઈએ. સરકાર પણ પોતાની રીતે ચાલે છે. પરંતુ ત્રિપુરા એક નાનું રાજ્ય છે. તેને વધુ નાનું ન કરી શકાય."


"એક મુક્ત પક્ષીની જેમ રહેવા માગતો હતો."

Image copyright Twitter/BJP

ઘણાં વર્ષોથી પાર્ટી માટે કામ કરનારા દેબબર્મા કહે છે કે તેઓ ક્યારેય ચૂંટણી લડવા માગતા ન હતા. તેઓ 'મુક્ત પક્ષી'ની જેમ રહેવા માગતા હતા.

તેઓ કહે છે, "એક વખત મારો પરિવાર અહીંયા શાસન કરતો હતો. મને ક્યારેય સારું લાગ્યું ન હતું કે હું હાથ જોડીને લોકો પાસેથી મતોની વિનંતી કરું અને વધુમાં તેમની પાસે ખોટા વચનો આપું. આ મારો વ્યવહાર નથી. પરંતુ રાજકારણમાં બધુ ચાલે છે."

તેમનું કહેવું હતું કે મતોની ગણતરી બાદ તેમને અચાનક ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનો ફોન આવ્યો હતો. અમિત શાહે તેમને વિધાયક દળની બેઠકમાં સામેલ રહેવા માટે કહ્યું અને એમ પણ કહ્યું કે તેમણે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે.

દેબબર્મા ખુશ છે કે પાર્ટીએ તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. પરંતુ ચૂંટણીમાં જીતવું એ પણ તેમના માટે એક મોટો પડકાર છે. તેઓ પોતાના વિધાનસભા ક્ષેત્રમાં લોકોને મળી રહ્યા છે અને મંત્રીમંડળની રચના અંગે પણ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી રહ્યા છે.


હજી ચૂંટણી જીતવાની બાકી છે

Image copyright Twitter/Amit Shah

ભાજપને લાગે છે કે ચારિલમ બેઠક દેબબર્મા સરળતાથી જીતી જશે કારણ કે આ વિસ્તારમાં તેમના અને તેમના પરિવાર માટે ઘણો આદર છે.

પરંતુ ચૂંટણી જીતવા માટેનો માર્ગ સરળ નથી. મતદાન પહેલાં જ જ્યારે ઉમેદવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા છે ત્યારે ચૂંટણી જીતવી ખૂબ જ મહત્ત્વની બની જાય છે.

ભાજપને યાદ હશે કે ઝારખંડના મુખ્યમંત્રી શિબૂ સોરેન જ્યારે તમાડ વિધાનસભા બેઠકથી ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે ચૂંટણીની તમામ ગણતરીમાં બદલાઈ ગઈ હતી.

ચૂંટણી પ્રચારનું મહત્ત્વ જણાવતા દેબબર્મા કહે છે, "હું મારા વિસ્તાર પર ધ્યાન કેંદ્રિત કરી રહ્યો છું. હું કાર્યકર્તાઓ સાથે બેઠક કરી રહ્યો છું અને લોકોનાં ઘેર ઘેર ફરીને તેમને મળી રહ્યો છું. આપ સમજી શકો છો કે આ કેટલું મુશ્કેલ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો