રાહુલ: મેં પિતાના હત્યારાઓને માફ કરી દીધા છે

રાહુલ ગાંધી Image copyright Getty Images

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે સિંગાપોરમાં એક ચેટ શો દરમિયાન તેમના પિતા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓને સંપૂર્ણ રીતે માફ કરી દીધા હોવાની વાત કરી છે.

સિંગાપોરમાં આઈઆઈએમ એલમ્નાઇ સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

તેમને પૂછવામાં આવ્યું હતું કે, તેમણે અને તેમની બહેન પ્રિયંકા ગાંધીએ તેમના પિતાના કાતિલોને માફ કરી દીધા છે.

તમને આ પણ વાંચવું ગમશે

Image copyright Twitter

આ સવાલનો જવાબ આપતી વખતે રાહુલ ગાંધી ભાવુક થઈ ગયા હતા.

તેમણે કહ્યું, "અમે ખૂબ જ દુખી હતાં. ઘણા વર્ષો સુધી ખૂબ જ ગુસ્સામાં હતાં. પરંતુ કોઈક રીતે.... અમે પૂર્ણ રીતે તેમને માફ કરી દીધા."

રાહુલ ગાંધીએ પોતાની દાદી ઇંદિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીની હત્યા વિશે વાત કરી. તેમણે કહ્યું:

"આ એક કિંમત તેમના પરિવારે ચૂકવવાની હતી, જેના વિશે પરિવારને ખબર હતી કારણ કે, જ્યારે તમે કોઈત નિર્ણય કરો, જે ખોટી શક્તિઓ વિરુદ્ધ હોય તો તમે મરી જશો."

એમણે કહ્યું, "અમને ખબર હતી કે મારા પિતા મરવા જઈ રહ્યા છે. અમને ખબર હતી કે મારી દાદી મરવાં જઈ રહ્યાં હતા."

કોંગ્રેસે રાહુલ ગાંધીનો વીડિયો ટ્વિટર હૅન્ડલ પર શેર કર્યું છે.

જ્યારે પ્રભાકરણની લાશ ટીવી પર જોઈ

Image copyright Getty Images

રાહુલ ગાંધીએ કહ્યું, "મને યાદ છે જ્યારે મેં ટીવી પર પ્રભાકરનના મૃત શરીરને જમીન પર પડેલું જોયું. આ જોઈને મેં મારા મનમાં બે ભાવ અનુભવ્યા.

"પહેલા એમ લાગ્યું કે આ લોકો તેમની લાશનું એ રીતે અપમાન કેમ કરી રહ્યા છે? બીજું મને પ્રભાકરન અને તેમના પરિવાર માટે ખૂબ જ ખરાબ લાગ્યું."

Image copyright Getty Images

"મને ખબર છે કે, બીજી તરફ હોવાનો અર્થ શું થાય છે. એવામાં જ્યારે હું હિંસા જોઉં છું, પછી ભલે એ કોઈની પણ સાથે હોય, ત્યારે મને ખબર હોય છે કે, તેની પાછળ એક માણસ, એનો પરિવાર અને રોતાં બાળકો છે.

"હું આ સમજવા માટે ખૂબ જ દુખ અનુભવી ચૂક્યો છું. મને ખરેખર કોઈને પણ નફરત કરવી એ અત્યંત મુશ્કેલ લાગે છે."


જ્યારે પ્રિયંકાને ફોન કર્યો?

Image copyright Getty Images

રાહુલ ગાંધીએ આ મુદ્દે વાત કરી વખતે એ પ્રસંગ પણ યાદ કર્યો જ્યારે તેમણે પ્રિયંકા ગાંધીને ફોન કરીને પોતાના મનની વાત કહી હતી.

રાહુલે કહ્યું, "મેં પ્રિયંકાને ફોન કર્યો અને કહ્યું કે આ ખૂબ વિચિત્ર વાત છે કે મને થોડું ખરાબ લાગી રહ્યું છે. તેણે મને પૂછ્યું, 'કેમ શું થયું?'

"તો મેં કહ્યું કે એણે (પ્રભાકરને) પપ્પાની હત્યા કરી હતી અને મને એમ પણ નથી લાગતું કે મારે ખુશ થવું જોઈએ. મને જરા પણ આનંદ કેમ નથી થઈ રહ્યો.

આ મુદ્દે પ્રિયંકાએ પણ કહ્યું કે, તે પણ આવું જ અનુભવી રહી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો