શું જયા બચ્ચન સૌથી ધનવાન સંસદ સભ્ય બનશે? કેટલા કરોડની છે મિલકત?

અમિતાભ અને જયા બચ્ચન. Image copyright PUNIT PARANJPE/AFP/Getty Images
ફોટો લાઈન અમિતાભ અને જયા બચ્ચન.

જો ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના સાંસદ તરીકે જયા બચ્ચન ફરીથી ચૂંટાઈ આવ્યા તો તેઓ દેશના સૌથી ધનવાન સાંસદ બનશે.

જયા બચ્ચન હાલમાં ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ છે.

તમને આ પણ વાંચવું ગમશે

આગામી રાજ્યસભા ચૂંટણીઓ માટે દાખલ કરેલ સોગંદનામામાં તેમણે તેમની સ્થાવર અને જંગમ મિલકતનું કુલ મૂલ્ય 1000 કરોડ રૂપિયા જાહેર કર્યું છે.

પરંતુ આ સંપત્તિ માત્ર તેમના એકલાની નથી. નિયમો મુજબ, સોગંદનામામાં પતિ અથવા પત્નીની મિલકત અંગેની વિગતો પણ પૂરી પાડવાની હોય છે.

જો જયા બચ્ચન ફરીથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયાં, તો તેઓ ભાજપના રવિન્દ્ર કિશોર સિન્હાને પાછળ છોડીને રાજ્યસભામાં સૌથી ધનવાન થઈ જશે.

વર્ષ 2014માં રાજ્યસભાના સભ્ય બન્યા પહેલાં સિંહાએ 800 કરોડ રૂપિયાની સંપત્તિની જાહેરાત કરી હતી.

સોગંદનામામાં આપેલી માહિતી મુજબ, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન પાસે 460 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે.

વર્ષ 20212માં આપેલા સોગંદનામામાં , બન્નેના કુલ સ્થાવર મિલકત 152 કરોડ રૂપિયાની હતી.

બન્નેની જંગમ સંપત્તિની કિંમત રૂપિયા 540 કરોડની છે. જે વર્ષ 2012માં 343 કરોડ હતી.

Image copyright STRDEL/AFP/Getty Images

બન્નેની પાસે 12 વાહનો છે જેની કિંમત 13 કરોડ છે. પોર્શે, રેન્જ રોવર, મર્સિડીઝ ઉપરાંત તેમનાં પાસે ટાટા નેનો અને ટ્રેક્ટર પણ છે.

નોઇડા, અમદાવાદ, ગાંધીનગર, પુના અને ભોપાલમાં તેમની રહેણાંક મિલકત પણ છે.

બચ્ચન દંપતી પાસે એક 9 લાખની કલમ પણ છે. વધુમાં બચ્ચન પરિવાર પાસે ફ્રાન્સમાં આવેલ બ્રિગણ્યો પ્લાસમાં 3175 સ્ક્વેર મીટરનું પ્લૉટ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો