તેલુગુ દેશમ્ પાર્ટીએ એનડીએ ગઠબંધન છોડ્યું

વડાપ્રધાન મોદી તથા આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન નાયડુ Image copyright Getty Images

નરેન્દ્ર મોદી સરકારથી નારાજ ટીડીપી એનડીએ ગઠબંધનમાંથી નીકળી ગઈ છે. ગત સપ્તાહે ટીડીપી કોટાના બે કેન્દ્રીય પ્રધાનોએ સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું.

સરકારમાં ગજપતિ રાજુ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન અને વાય. એસ. ચૌધરી વિજ્ઞાન તથા પ્રૌદ્યોગિકીના રાજ્યકક્ષાના પ્રધાન હતા.

ટીડીપી ઇચ્છતું હતું કે આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે, પરંતુ કેન્દ્ર સરકારે આ દરજ્જો આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

Image copyright Getty Images

જોકે, રાજીનામું આપતી વખતે રાજુએ સ્પષ્ટ કહ્યું હતું, "હાલ અમે માત્ર સરકારમાંથી નીકળ્યા છીએ અને પાર્ટી એનડીએમાં છે."

તેના એક અઠવાડિયામાં જ પાર્ટીએ તેનો નિર્ણય બદલી નાખ્યો હતો.

એવી અટકળો છે કે જગનમોહન રેડ્ડીની પાર્ટી સાથે મળીને ભાજપ ચૂંટણી લડશે.

ખુદ જગનમોહન પણ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર સમક્ષ આ માગણી નહીં કરવા બદલ સમયાંતરે ટીડીપી પર નિશાન સાધતા રહ્યા છે.

આ મુદ્દે તેઓ રાજ્યમાં યાત્રા ખેડવાની યોજના પણ ઘડી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો