ગાયક દલેર મહેંદી માનવ તસ્કરી મામલે દોષિત

દલેર મહેંદી Image copyright Getty Images

માનવ તસ્કરીના એક મામલામાં ગાયક દલેર મહેંદીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે તેમને બે વર્ષની સજા સંભળાવી છે.

2003ના એક મામલામાં દલેર મહેંદીને આ સજા સંભળવવામાં આવી છે.

જોકે, ત્યારબાદ આ મામલે કોર્ટે મહેંદીને જામીન પણ આપી દીધા છે.


શું હતો મામલો?

દલેર મહેંદી અને તેમના ભાઈ શમશેર સિંહ પર આરોપ હતા કે તેઓ કબૂતરબાજીમાં સંકળાયેલા હતા.

1998 અને 1999માં દલેર મહેંદી એક ગ્રુપ સાથે યુએસ ગયા હતા. જેમાં 10 લોકોને અમેરિકા લઈ જવામાં આવ્યા હતા.

દલેર મહેંદી એક એક્ટ્રેસ અને ગ્રુપ સાથે અમેરિકા ગયા હતા અને કથિત રીતે ત્રણ યુવતિઓને સાન ફ્રાન્સિસ્કોમાં ગેરકાયદે છોડીને આવ્યા હતા.

ત્યારબાદ તે અને તેમના ભાઈ ફરીથી 1999ના ઑક્ટોબરમાં અમેરિકા ગયા હતા. જેમાં તેમની સાથે અન્ય એક્ટર્સ પણ હતા. આ સમયે તેઓ કથિત રીતે ત્રણ યુવકોને ત્યાં છોડીને પરત ભારત આવી ગયા હતા.

ત્યારબાદ પટિયાલા પોલીસે દલેર મહેંદી અને તેમના ભાઈ સામે ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ આ મામલે વધુ 35 ફરિયાદો મળી હતી.

નેવુંના દાયકામાં દલેર મહેંદી તેમના પોપ સોંગથી ફેમસ થયા હતા. તેમના બોલીવુડમાં પણ અનેક પ્રશંસકો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા