કેવી રીતે બન્યો જમ્મૂ-કશ્મીરનો અલગ ઝંડો?

કર્ણાટકના ઝંડા સાથે સિદ્ધારમૈયા Image copyright IMRAN QURESHI/BBC

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 8 માર્ચના રોજ રાજ્યના અલગ ઝંડાની ઘોષણા કરી હતી.

જોકે, રાજ્ય સરકાર પાસે પોતાનો અલગ ઝંડો રાખવાનો અધિકાર નથી. આ માટે સિદ્ધારમૈયાએ કેન્દ્ર સરકાર પાસેથી અલગ ઝંડાની મંજૂરી માગી છે.

હવે જમ્મૂ-કશ્મીર બાદ કર્ણાટક દેશનું બીજું એવું રાજ્ય બની ગયું છે જેમણે અલગ ઝંડાની માગણી કરી છે. પરંતુ ભારતના અન્ય રાજ્યોની તુલનામાં જમ્મૂ-કશ્મીરની સ્થિતિ અલગ છે.

જમ્મૂ અને કશ્મીરના પોતાના ઝંડાની કહાણી ઘણી જૂની છે. રાજ્યનું અલગ બંધારણ તેને બીજા રાજ્યોથી અલગ બનાવે છે.

જોકે, મુસ્લિમ બહુમતિ ધરાવતા એકમાત્ર રાજ્યના પોતાના ઝંડા અને સ્વાયત્તાનો દરજ્જો વિવાદનો વિષય રહ્યો છે.


ઝંડાનો ઇતિહાસ

Image copyright FACEBOOK/FLAGS OF THE WORLD (FOTW)

જમ્મૂ અને કશ્મીરના ઝંડાનું લાલ બેકગ્રાઉન્ડ છે જેના પર હળ અને ત્રણ ઊભી લાઇનો બની છે.

આ ત્રણ લાઇનો કશ્મીર, જમ્મૂ અને લદ્દાખને દર્શાવે છે. જેને પોતાનો ઇતિહાસ છે અને 1931 બાદ થયેલા રાજકીય આંદોલન સાથે ગહેરાઇથી જોડાયેલા છે.

માનવામાં આવી રહ્યું છે કે તેની શરૂઆત 13 જુલાઈ, 1931થી જોડાયેલી ડોગરા સરકાર અને શ્રીનગરની સેન્ટ્રલ જેલની પાસે એક ઝુલુસ પર ફાયરિંગના આદેશ આપ્યા હતા. જેમાં 21 લોકો માર્યા ગયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે આના વિરોધમાં કોઈએ એક ઘાયલ વ્યક્તિનો લોહીથી લથપથ શર્ટ કાઢ્યો અને ભીડે તેને જમ્મુ-કશ્મીરના ઝંડાના રૂપમાં લહેરાવ્યો હતો.

11 જુલાઈ 1939ના રોજ ડોગરા શાસકો વિરુદ્ધ આંદોલન કરી રહેલા રાજકીય દળ જમ્મૂ અને કશ્મીર નેશનલ કૉન્ફરન્સે તેને પોતાના ઝંડાના રૂપમાં અપનાવ્યો.

ત્યારબાદ 7 જૂન 1952ના રોજ જમ્મૂ અને કશ્મીરની સંવિધાન સભામાં એક પ્રસ્તાવ પારિત કરીને તેને રાજ્યના અધિકારીક ઝંડા તરીકે માન્યતા આપી દેવામાં આવી.

જોકે, એવું પણ કહેવામાં આવે છે કે ઝંડાને 1947 થી 1952 સુધી જમ્મૂ-કશ્મીરનો રાષ્ટ્રીય ધ્વજ પણ માનવામાં આવ્યો હતો.

નેશનલ કૉન્ફરન્સનું એક ગીત પણ છે કે જેને પાર્ટીના મોલાના મોહમ્મદ સઈદ મસૂદીએ લખ્યું હતું. જોકે, તેને રાજ્યની સ્થાપનામાં સામેલ કરવામાં આવ્યું નહીં,

આ ગીતને 2001માં ઓમર અબ્દુલ્લા જ્યારે પાર્ટીના અધ્યક્ષ બન્યા ત્યારે વગાડવામાં આવ્યું હતું.


નહેરુ અને શેખ અબ્દુલા વચ્ચે સમજૂતિ

Image copyright BBC WORLD SERVICE

ભારતના પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને તત્કાલીન જમ્મૂ-કશ્મીરના વડા પ્રધાન શેખ મોહમ્મદ અબ્દુલ્લા 1952માં કેન્દ્ર અને રાજ્યોની શક્તિઓને પરિભાષિત કરનારી એક સમજૂતિ પર હસ્તાક્ષર કરવા માટે રાજી થયા હતા.

ઝંડાના મામલામાં તિરંગાને રાષ્ટ્રીય ધ્વજ માનવામાં આવ્યો જમ્મૂ-કશ્મીરના ઝંડાને રાજ્યના ઝંડા તરીકે માન્યતા આપવામા આવી અને બંનેને સાથે લહેરાવવામાં આવ્યા.

કરારની કલમ 4માં લખવામાં આવ્યું હતું, "કેન્દ્ર સરકાર કેન્દ્રીય ઝંડાની સાથે રાજ્ય સરકારના પોતાના ઝંડાને લઈને સહમતિ આપે છે પરંતુ રાજ્ય સરકાર આ મામલે સહમત છે કે રાજ્યનો ઝંડો કેન્દ્રીય ઝંડાનો પ્રતિરોધી નહીં હોય."

"એ પણ માન્યતા આપવામાં આવે છે કે કેન્દ્રીય ઝંડાનો જમ્મુ અને કશ્મીરમાં એ જ દરજ્જો રહેશે અને સ્થિતિ હશે જે બાકીના ભારતમાં છે. પરંતુ રાજ્યમાં સ્વતંત્રતા સંગ્રામથી જોડાયેલા ઐતિહાસિક કારણો માટે રાજ્યના ઝંડા ચાલુ રાખવાની જરૂરિયાતાને માન્યતા આપવામાં આવી છે."

જમ્મૂ અને કશ્મીરના ઝંડાની ડિઝાઇન કોને બનાવી હતી તે અંગે સ્પષ્ટ જાણકારી મળતી નથી.

આ મામલે મોહન રૈના નામના એક વ્યક્તિનું નામ આવે છે. તેઓ કલાકારોના પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા.

21 નાગરિકાના મૃત્યુની કહાણી સિવાય ઝંડો કુલ મળીને રાજકીય આંદોલનનું પ્રતિનિધિત્વ કરતો હતો.


હાઇકોર્ટ સુધી પહોંચ્યો મામલો

Image copyright AFP

ભારતીય રાષ્ટ્રીય ધ્વજની સાથે સાથે જમ્મૂ-કશ્મીરનો ઝંડો પણ સમાનાંતર રૂપે અસ્તિત્વમાં રહ્યો છે.

ભાજપના સભ્ય અને પૂર્વ પોલીસ અધિકારી ફારુખ ખાને જમ્મૂ-કશ્મીરની હાઇકોર્ટમાં આ મામલાને પડકારતી અરજી પણ કરી હતી.

પરંતુ છેલ્લા ઘણા સમયથી કોર્ટ આ મામલે શાંત જ રહી છે અને ફારુખ ખાનની બાદમાં લક્ષદ્વીપમાં પ્રશાસકના તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.

મુફ્તી મોહમ્મદ સઇદની સરકારે એક સકર્યુલર બહાર પાડીને કહ્યું હતું કે રાજ્ય સરકારની તમામ ઇમારતો અને સરકારી વાહનો પર જમ્મૂ-કશ્મીરના પ્રાંતિય ઝંડાને લહેરાવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ફારુખ ખાને હાઇકોર્ટમાં દાખલ કરી હતી.

આ સકર્યુલર ત્યારે બહાર પાડવામાં આવ્યો હતો જ્યારે અબ્દુલ ક્ય્યૂમ ખાન નામના એક શખ્સે ઝંડાના સમ્માનના સંબંધમાં કોર્ટનો નિર્દેશ માગતા એક અરજી દાખલ કરી હતી.

તે પીડીપી-ભાજપની સરકાર વચ્ચે પહેલી તકરાર હતી. બાદમાં સરકારી વેબસાઇટથી ચુપચાપ આ સકર્યુલર હટાવી લેવામાં આવ્યો હતો.

રાજનીતિક વિશ્લેષક ગુલ વાની કહે છે, "આ બહારથી થોપવામાં આવ્યો ન હતો. આ કોઈ વિશિષ્ટ નિર્માણ પણ ન હતું પરંતુ આ રાજકીય આંદોલનના ચરિત્રનું પ્રતિનિધિત્વ કરતો હતો."

આ એક તથ્ય છે કે નેશનલ કૉન્ફરન્સનો "નયા કશ્મીર" એજન્ડા સામ્યવાદી વિચારધારાથી પ્રેરિત હતો.

અત્યારસુધી તે રાજ્યનો ધ્વજ બની રહ્યો છે અને કર્ણાટકમાં તેમાં સામેલ થવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ બંને રાજ્યોની અલગ રાજનૈતિક પૃષ્ટભૂમિને કારણે આવું થઈ શકતું નથી.

સાથે જ ભાજપની મૂળ વિચારધારાથી પેદા થયેલી દેશના એકત્રિકરણની નીતિને જોઈને આવું થવું મુશ્કેલ છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 8 માર્ચના રોજ રાજ્યના અલગ ઝંડાની ઘોષણા કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો