સોનિયા ગાંધી: 'ખાઇશ નહીં અને ખાવા દઇશ પણ નહીં ' જેવા વચનો મોદીના નાટકમાત્ર

સોનિયા ગાંધીનો ફોટો Image copyright @INCINDIA/TWITTER

શનિવારે દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીએ કોંગ્રેસના 84માં મહાઅધિવેશનને સંબોધન કર્યું હતું.

આક્રમક ભાષણમાં તેમણે અનેક મુદ્દા ઉઠાવ્યા અને પાર્ટીમાં પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો હતો.

મોદી સરકાર પર સીધા પ્રહાર કર્યા અને કાર્યકરોને કોઈપણ બલિદાન આપવા માટે તૈયાર રહેવા હાંકલ કરી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં શ્રેષ્ઠ ભારતનાં નિર્માણ માટે પ્રયાસ કરવા અપીલ કરી હતી.

સોનિયાએ કહ્યું, "કોંગ્રેસ પાર્ટી ફરી એક વખત દેશનો મૂળભૂત એજન્ડા નક્કી કરે. પાર્ટી દેશના તમામ વર્ગોની આકાંક્ષાઓ તથા આશાઓનું પ્રતિનિધિત્વ કરે.


'લોકોમાં કોંગ્રેસ માટે સદ્દભાવ'

Image copyright Getty Images

સોનિયા ગાંધીએ કહ્યું, "પાર્ટીની જીતમાં જ દેશની જીત છે અને એ જ આપણાં સૌનો વિજય છે. કોંગ્રેસ પાર્ટી માત્ર પક્ષ નથી પણ વિચારધારા છે.

"આપણા રાષ્ટ્રીય જીવનમાં કોંગ્રેસ પાર્ટી 133 વર્ષોથી કાર્યરત છે. તે ભારતીય રાજકારણનું અભિન્ન અંગ છે.

"કારણ કે, તેમાં લોકોને ભારતીય સંસ્કૃતિની ઝલક દેખાય છે."

સોનિયા ગાંધીએ આશા વ્યક્ત કરી હતી કે આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણીઓમાં ફરી એક વખત કોંગ્રેસનો ભવ્ય વિજય થશે અને દેશનાં રાજકારણમાં નવો વળાંક આવશે.

''ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર 'કોંગ્રેસ મુક્ત ભારત' બનાવવાની વાત કરે છે.

''પણ ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની ચૂંટણી તથા પેટા-ચૂંટણીનાં પ્રદર્શન કંઇક અલગ જ ચિત્ર દેખાડે છે.

''કોંગ્રેસને નેસ્તનાબૂદ કરવા માંગતા લોકોને અંદાજ ન હતો કે લોકોના હૃદયમાં કોંગ્રેસ માટે કેટલો સદ્દભાવ છે. ''

સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, અમુક પરિસ્થિતિઓના કારણે તેઓ જાહેર જીવનમાં આવવું પડ્યું, અન્યથા તેઓ ક્યારેય રાજકારણમાં આવવા માંગતાં ન હતાં.

સોનિયાએ મોદી સરકારને પ્રપંચી ગણાવી અને ઉમેર્યું કે મોદી સરકારની યોજનાઓ નબળી છે.

કોંગ્રેસે દેશને મનરેગા, માહિતી અધિકાર તથા ભોજનનો અધિકાર આપ્યા, પરંતુ મોદી સરકારે તેમની ઉપેક્ષા કરી તેમને નબળી પાડવાનો પ્રયાસ કર્યો છે.


'વિપક્ષ સામે કાવતરું'

Image copyright @INCINDIA/TWITTER

સોનિયા ગાંધીનાં કહેવા પ્રમાણે, "ગત ચાર વર્ષ દરમિયાન કોંગ્રેસ પાર્ટીને નબળી પાડવા માટે ખુલ્લેઆમ 'સામ, દામ, દંડ અને ભેદ'નો આશરો લેવામાં આવ્યો હતો.

"પરંતુ કોંગ્રેસ પાર્ટી ક્યારેય સત્તાના અહંકાર સામે ઝૂકી નથી અને ઝૂકશે પણ નહીં."

સોનિયાએ કહ્યું કે મોદી સરકારની આપખુદશાહી, બંધારણની ઉપેક્ષા, સંસદના અનાદર, ભાગલાવાદી માનિક્તા, વિપક્ષ સામે ખોટા કેસ દાખલ કરવા તથા મીડિયાને હેરાન કરવા જેવા કાવતરાંઓ સામે કોંગ્રેસ પાર્ટી સંઘર્ષ કરી રહી છે.

Image copyright Getty Images

સોનિયા ગાંધીએ જણાવ્યું કે 2014માં મોદીએ કહ્યું, 'ખાઈશ નહીં અને ખાવા નહીં દઉં' વગેરે જેવા વચન માત્ર ડ્રામેબાજી અને વોટ મેળવવાની ચાલ હતા.

સોનિયા ગાંધીએ રાહુલ ગાંધી સામે રહેલા પડકારો પણ ગણાવ્યા હતા.


કોંગ્રેસ જ પરિવર્તન લાવી શકે

Image copyright Getty Images

આ પહેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહાઅધિવેશનની દિવસની કામગીરીને ખુલ્લી મૂકી હતી.. ઉદ્ઘાટનમાં તેમણે પરિવર્તન લાવવાની વાત કરી હતી.

ગાંધીએ કહ્યું હતું કે દેશને પરિવર્તનો રસ્તો માત્ર કોંગ્રેસ પાર્ટી જ પરિવર્તન લાવી શકે છે.

ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી પ્રેમ અને ભાઈચારાનો આશરો લે છે, જ્યારે સત્તારૂઢ પાર્ટી નફરતની વિચારધારામાં માને છે.


સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર ચર્ચા

ડૉ. ડેવિડ ફ્રાવલે નામના યૂઝરે લખ્યું, "આઝાદી સમયે જે કોંગ્રેસ પાર્ટી હતી, તે હવે નથી રહી. તે એક પરિવારની બની ગઈ છે. પાર્ટીના નેતૃત્વને જોતાં આ વાત સમજી શકાય છે. આઝાદી સમયના કોંગ્રેસના કોઈ નેતા સાથે રાહુલ ગાંધીની સરખામણી થઈ શકે ?

ઐતિહાસિક નિવેદન

કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કોંગ્રેસ મહાઅધિવેશમાં જણાવ્યું કે 2019માં રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવતા કોઈ નહીં અટકાવી શકે.

ઘોષસ્પોટ નામના ઝરે લખ્યું, ગત વખતે 2013માં કોંગ્રેસના મહાઅધિવેશન સમયે મણિશંકર ઐય્યરે 'ચાવાળા'ની ટિપ્પણી કરી.

જે ટર્નિંગ પૉઇંટ સાબિત થઈ હતી, આ વખતે રાહુલ ગાંધી આવી જ કોઈ ભેંટ આપશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ