અમેરિકા: ગોળીબારમાં મૃત્યુ પામેલાંના શૂઝ એકઠાં કરી કરાયો વિરોધ
અમેરિકા: ગોળીબારમાં મૃત્યુ પામેલાંના શૂઝ એકઠાં કરી કરાયો વિરોધ
અમેરિકામાં ઘણા સમયથી ગન કલ્ચરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ચોંકાવનારા આંકડા કહે છે કે ગોળીબારીના કારણે વર્ષ 2012થઈ અત્યાર સુધી 7000 બાળકોનાં મૃત્યુ થયાં છે.
આ બાળકોને સન્માન આપવા માટે એક સ્વૈચ્છિક સંસ્થાએ એક કાર્યક્રમનું આયોજન કર્યું.
જેમા મૃતક બાળકોના વાલીઓને તેમના શૂઝ લાવવાનું કહેવામાં આવ્યું હતું.
મૃત બાળકોના પરિવારજનો અને માતાપિતા તેમના શૂઝ લઈને એક મેદાનમાં મૂક્યા હતા.
કાર્યક્રમમાં શૂઝની કુલ 7000 જોડીઓ ભેગી થઈ હતી.
ત્યારબાદ આ શૂઝની બધી જોડીઓનું દાન કરી દેવામાં આવ્યું હતું.
બાળકોને યાદ કરી તેમના સન્માનમાં રેલી કાઢવામાં આવી હતી.
જુઓ આ હ્રદયસ્પર્શી વીડિયો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો