ચારા કૌભાંડના ચોથા કેસમાં લાલુ પ્રસાદ યાદવ દોષિત જાહેર

લાલુ પ્રસાદ યાદવ Image copyright AFP

રાંચીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે દુમકા તિજોરી મામલે આરજેડી અધ્યક્ષ લાલુ યાદવને દોષી જાહેર કર્યા છે. પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા છે.

વિમલકાંત દાસ ઝા, એમસી સુવર્ણો, અધીપ ચંદ્ર અને ધ્રુવ ભગતને પણ કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા છે.

આ સિવાય અરુણસિંહ, ઓપી દિવાકર, પંકજ મોહન, આનંદ કુમાર સિંહ, નંદ કિશોર સહિતના આરોપીઓ દોષી ઠર્યા છે.

ડિસેમ્બર 1995થી જાન્યુઆરી 1996 વચ્ચે દુમકા તિજોરીમાંથી 3 કરોડથી વધુ રૂપિયાનો ગોટાળો કરવામાં આવ્યો હતો.

લાલુ યાદવ ઘાસચારા કૌભાંડના અન્ય કેસોમાં દોષિત ઠર્યા છે, તેઓ હાલમાં રાંચીની જેલમાં બંધ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો