'ભાજપ સરકારે પાણીનો રાજકીય દુરુપયોગ કરી ખેડૂતોને અન્યાય કર્યો'

'ભાજપ સરકારે પાણીનો રાજકીય દુરુપયોગ કરી ખેડૂતોને અન્યાય કર્યો'

આજકાલ તેઓ બીજાના ખેતરોમાં મજૂરી કરતા કે પછી કડીયાકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા નજરે પડે છે.

રવિપાક માટે કેનાલોમાં પાણી નથી. ગામડાંઓમાં ખેડૂતોનાં નિરાશ ચહેરાઓ હરહંમેશ કોઈ મજૂરીની શોધ કરતા નજરે પડે છે.

બાવળા તાલુકાના બલદાણા ગામના એક ખેડૂત ઘનશ્યામભાઈ વેગડા કહે છે કે, "પહેલા ક્યારેય ન થઈ હોય, તેવી ખરાબ પરિસ્થિતિ આ વર્ષે ખેડૂતોની થઈ છે.

"ખેડૂતોને પાક કરવા માટે પાણી નથી અને મજૂરી કરવા માટે કોઈ કામ નથી.

"અમારે શહેર જઈ મજૂરી કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી."

જાણો ખેડૂતોની સ્થિતિનો બીબીસીનો ગ્રાઉન્ડ રિપોર્ટ.

રિપોર્ટર : રોક્સી ગાગડેકર છારા, શૂટ એડિટ : પવન જયસ્વાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો