અણ્ણા આંદોલન: સોશિયલ મીડિયામાં લોકો અણ્ણા વિશે શું કહી રહ્યાં છે?

અણ્ણા હઝારે Image copyright AFP

સામાજીક કાર્યકર અણ્ણા હઝારે ફરીથી કેન્દ્ર સરકાર સામે આંદોલન છેડી રહ્યા છે.

અણ્ણા દિલ્હીના રામલીલા મેદાનમાં વિવિધ માગોને લઈને કેન્દ્ર સરકાર સામે ધરણાં પર બેસી રહ્યા છે.

અનિશ્ચિતકાળના આ ઉપવાસ આંદોલનમાં હજારો લોકો ઉમટી પડે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

અણ્ણા ખેડૂતોની નિશ્વિત આવક, પેન્શન, ખેતીના વિકાસ માટે ચોક્કસ નીતિઓ સહિતની માગો સાથે ઉપવાસ શરૂ કરી રહ્યા છે.

ત્યારે અણ્ણાના આ આંદોલન અંગે સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચા જોવા મળી રહી છે.

આપને આ વાંચવું ગમશે :

પુનિતા તોરાસ્કાર નામનાં યુઝરે લખ્યું, 'સાંભળ્યું છે કે ભીડને આકર્ષવા માટે અણ્ણા આ વખતે મોઢેથી આગ ઓકશે અને આંખો પર પાટો બાંધી બાઇક ચલાવશે.'

જેકજિલ નામના યુઝરે લખ્યું કે ''અણ્ણા હઝારેમાં કોઈને પણ રસ નથી.''

અરુણમણી ત્રિપાઠી નામના યુઝરે લખ્યું,'' અણ્ણાને મેં આમ આદમી પાર્ટી વિરુદ્ધ આંદોલન કરતા નથી જોયા.''

સચિવ ગાઝિયાબાદ નામના યુઝરે ટ્વીટ કર્યું કે ''અણ્ણા સત્યાગ્રહનું નાટક કરશે અને ભાજપવાળા નારિયળ પાણી પીવડાવી નાટક પૂરું કરશે. એ સાથે જ ભાજપ લોકપાલની રચનાનું આશ્વાસન આપશે.''


જોકે, આ દરમિયાન કેટલાય લોકો અણ્ણાના સમર્થનમાં પણ જોવા મળ્યા.

ગોવિંદા રાજુ ઉધારે નામના યુઝરે લખ્યું, ''હું અણ્ણાને સમર્થન આપું છું.''

સરોજકુમાર ભારતી નામના યુઝરે લખ્યું,''અણ્ણા આ બધુ ભ્રષ્ટાચારમુક્ત ભારત અને ખેડૂતો માટે કરી રહ્યા છે. આ પાછળ તેમનો કોઈ જ રાજકીય સ્વાર્થ નથી.''

રામચંદ્ર બિશ્નોઈ નામના યુઝરે લખ્યું, ''અણ્ણાને અપેક્ષાકૃત મીડિયા કવરેજ આ વખતે નથી મળી રહ્યું.

ત્યારે આપણે યુવાનો સોશિયલ મીડિયાની જવાબદારી ઉઠાવી શકીએ છીએ. ખેડૂતો માટે આ આંદોલનનું સ્વાગત કરો અને અન્નદાત્તાના અન્નનું ઋણ અદા કરો.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો