લાભના પદ મામલે AAPને તણખલાનો સહારો

આમ આદમી પાર્ટી Image copyright Getty Images

વીસ ધારાસભ્યોની હાઈકોર્ટ દ્વારા બહાલી પછી હાસિયામાં ધકેલાઈ ગયેલી આમ આદમી પાર્ટીએ નિરાંતનો શ્વાસ લીધો છે.

એટલું જ નહીં હવે તે એ પણ કહી શકશે કે તેમની સાથે અન્યાય થયો છે.

આ સ્થિતિને ડૂબતાને તણખલાનો સહારો કહી શકાય છે. પણ આને સંપૂર્ણ જીત ન કહેવાય. હજી ઘણા કિંતુ-પરંતુ બાકી છે.

પડકાર એ પણ છે કે આપણી બંધારણીય સંસ્થાઓ આ મામલાનો કેવી રીતે ઉકેલે છે.


લોકતાંત્રિક મર્યાદાઓનો સવાલ

Image copyright Getty Images

દિલ્હી હાઈ કોર્ટનો નિર્ણય મૂળ લોકતાંત્રિક મર્યાદાઓ અને ન્યાય પ્રક્રિયાની કસોટી સાથે જોડાયેલો છે.

અદાલતે ચૂંટણી પંચના એ નિર્ણયને ફગાવી દીધો છે જેમાં 20 ધારાસભ્યોની સદસ્યતા સમાપ્ત કરી દેવામાં આવી હતી. હાઈ કોર્ટના નિર્ણય પછી કેટલાક સવાલ ઊભા થશે.

સૌથી પહેલા તો એ કે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ આ નિર્ણયનો સ્વીકારશે કે તેને પડકારશે? પડકારશે તો કયા આધારે અને ક્યાં?

એ વાતની ગેરન્ટી નથી કે ચૂંટણી પંચ સુનાવણી પછી પણ ફરીથી એજ નિર્ણય નહીં લે જે એમનો પહેલો નિર્ણય હતો.

સવાલ પંચના અધિકાર ક્ષેત્રનો પણ છે. પંચ પર લગાતાર થઈ રહેલા રાજનૈતિક હુમલાઓ પણ લોકતાંત્રિક વ્યવસ્થા માટે પડકાર જનક સાબિત થઈ રહ્યા છે.


કેન્દ્ર માટે શરમજનક

Image copyright Getty Images

આ નિર્ણય કેન્દ્ર સરકાર માટે શરમજનક છે. આના રાજકીય અર્થ ઓછા નથી.

આ પહેલા અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવા બદલ કેન્દ્ર સરકારને પહેલા પણ શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું.

સવાલ એ છે કે રાષ્ટ્રપતિની સામે ચૂંટણી પંચની રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો, ત્યારે એમણે ચૂંટણી પંચને સવાલ કેમ ના કર્યા?

પંચ પાસેથી સફાઈ કેમ ન માંગી? આવા જ સવાલ ઉત્તરાખંડ અને અરુણાચલમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરતી વખતની અધિસૂચનાઓ વખતે પણ હતા જ.


ખરાબ નિયતનો આરોપ

Image copyright Getty Images

ધારાસભ્યોની સદસ્યતા રદ્દ કરવાના મામલે આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર ખરાબ નિયતથી કામ કરવાનો આરોપ લગાવ્યો છે.

હાઈ કોર્ટના નિર્ણયને પાર્ટીએ 'સત્યની જીત' કહી છે.

ભાજપના વિરોધીઓ લગાતાર આરોપ લગાવી રહ્યાં છે કે ચૂંટણી પંચ સરકારના દબાવમાં કામ કરી રહ્યું છે.

આ નિર્ણય પછી આ આરોપને બળ મળ્યું છે. બીજી તરફ બંધારણીય સંસ્થાની સાખ પર સવાલ ઊભા થયા છે.

કોર્ટે માન્યું છે કે ધારાસભ્યોને તેમની વાત કહેવાનો મોકો નથી મળ્યો. એટલે આ મામલો ફરી ચૂંટણી પંચ પાસે લઈ જવો જોઈએ.

કોર્ટે ધારાસભ્યોને પૂછ્યું પણ હતું કે તેઓ શું આ મામલાની ફરીથી સુનાવણી ઇચ્છે છે?


ચૂંટણીપંચની વિસંગતતા

Image copyright Getty Images

હાઈ કોર્ટે કેટલીક વિસંગતતા તરફ પણ ઇશારો કર્યો છે. જેના કારણે ચૂંટણી પંચની તટસ્થતા પર સવાલ ઊભા થાય છે.

અદાલતે કહ્યું છે કે પંચની 19 જાન્યુઆરી 2018ના દિવસે આપવામાં આવેલી સલાહ કાયદાકીય દૃષ્ટિએ ખરાબ છે.

એમાં કુદરતી ન્યાયનું પાલન નથી કરવામાં આવ્યું. ધારાસભ્યોને મૌખિક સુનાવણી અને પોતાના પક્ષમાં દલીલ કરવાનો મોકો નથી મળ્યો.

એ વખતના ચૂંટણી પંચના પ્રમુખ ઓપી રાવતે આ સુનાવણીથી પોતાની જાતને દૂર કરી દીધી હતી. પાછળથી તેઓ આ મામલામાં શામેલ થયા હતા.

આવું કેવી રીતે શક્ય બન્યું તે સ્પષ્ટ નથી. હાઈ કોર્ટે કહ્યું છે કે પંચે સ્પષ્ટ કરવું જોઇએ કે 'સરકારમાં લાભના પદ'નો મતલબ શું હોય છે. એ પછી જ નિર્ણય કરે કે ધારાસભ્યોની સદસ્યતા યોગ્ય છે કે અયોગ્ય?


'આપ'ના અંદરના વિવાદો

Image copyright Getty Images

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 2015માં મળેલો વિજય એના માટે ગળામાં ફસાયેલાં હાડકાં સમાન બની ગયો છે.

ભારે બહુમત મળ્યા પછી ધારાસભ્યોની જરૂરિયાત પણ વધી ગઈ.

આમ આદમી પાર્ટીની સરકારે પોતાના ધારાસભ્યોને ખુશ રાખવાનો એવી જ રીતે પ્રયત્ન કર્યો જે બીજા રાજકીય દળો કરતાં હોય છે.

દિલ્હીમાં ધારાસભ્યોને સંસદીય સચિવનો પદ આપતી વખતે સરકારે 'લાભના પદ'ની તરફ ધ્યાન ના આપ્યું.


સમય વિલંબ

Image copyright Getty Images

સત્ય તો એ પણ છે કે કેટલાક રાજ્યોમાં આવા કેટલાક પદ છે. પરંતુ ત્યાંની વિધાનસભાઓએ એના માટે જરૂરી પ્રસ્તાવ પાસ કરી લીધા છે.

દિલ્હીમાં પહેલા પદ પર નિયુક્તિ કરવામાં આવી. પછી તેને સાચી ઠરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

દિલ્હી પૂર્ણ રાજ્ય નથી, કેન્દ્ર શાસિત ક્ષેત્ર છે. ઉપ-રાજ્યપાલે વિધાનસભામાં સંશોધનની પરવાનગી ના આપી.

સદસ્યોની નિયુક્તિ થયા બાદ એક તરફ ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી. બીજી તરફ હાઈ કોર્ટમાં પણ મામલો પહોચ્યો.

હાઈ કોર્ટે ધારાસભ્યોની નિયુક્તિને રદ્દ કરી પરંતુ ચૂંટણી પંચે આ મામલાને સમાપ્ત ન કર્યો.

સંભાવના છે કે આ બધા જ ફસાયેલા પેચને જોતા ચૂંટણી પંચ કે સરકાર સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવે.


જીવમાં જીવ આવ્યો

Image copyright Getty Images

આમ આદમી પાર્ટીને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. ચોક્કસપણે હાઈ કોર્ટના નિર્ણય પછી એના જીવમાં જીવ આવ્યો છે.

જો આ સમયે 20 બેઠકો પર ફરીથી ચૂંટણી કરાવવાની સ્થિતિ આવતી અને એમાં અપેક્ષિત સફળતા ન મળતી, તો પાર્ટીના પગ નીચેથી જમીન સરકી ગઈ હોત.

જોકે હવે પાર્ટીને પોતાની જાતને સંભાળવાનો મોકો મળી ગયો છે. આ મામલો કોંગ્રેસ અને ભાજપના રાજકીય દૃષ્ટિકોણની પરીક્ષાનો પણ મોકો હશે.

આમ આદમી પાર્ટીથી બન્ને દળ નારાજ છે. અરવિંદ કેજરીવાલે કેટલાક સમય પહેલા પોતાને નરેન્દ્ર મોદીની સમકક્ષ ઠરાવવાની કોશિશ કરી છે.

પરંતુ હાલમાં પાર્ટી જીર્ણ સ્થિતિમાં છે. એ પણ ઠેકાણા નથી કે કેવી રીતે પાર્ટીમાં જોશ ભરી શકાય.

અરવિંદ કેજરીવાલનું થોડાક સમય પહેલાંનું ટ્વીટ છે, 'જ્યારે તમે સચ્ચાઈ અને ઇમાનદારીના રસ્તે ચાલો છો તો બહુ મુશ્કેલીઓ આવે છે. ઇતિહાસ ગવાહ છે કે જીત અંતમાં સત્યની જ થાય છે.'

કેજરીવાલનું હાલનું ટ્વીટ છે, 'સત્યની જીત થઈ...'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો