ભારતનો એ વિસ્તાર જ્યાં રહે છે 11,000 સેક્સ વર્કર્સ, જેની બદલાઈ રહી છે સૂરત

રેડ લાઇટ એરિયામાં પેઇંટિંગ Image copyright EPA

મધ્ય કોલકાતામાં આવેલું સોનાગાછી એશિયાના સૌથી મોટા રેડ લાઈટ એરિયા તરીકે ઓળખાય છે.

કોલકાતાની સાંકડી ગલીઓમાં આવેલું સોનાગાછી આશરે 11,000 સેક્સ વર્કર્સનું ઘર છે. આ ઘરોને એક ટ્રાન્સજેન્ડર કલાકારે નવા રંગ રૂપ આપ્યાં છે.

આ કલાકારે સેક્સ વર્કર્સનાં ઘરની દિવાલો પર પેઇન્ટિંગ કર્યું છે. અને તેનાથી આ વિસ્તારની તસવીર જ જાણે બદલાઈ ગઈ છે.

Image copyright EPA

બેંગ્લોરના એક કલા સમૂહ સાથે મળીને ટ્રાન્સજેન્ડર કલાકારે ઇમારતોની દિવાલો પર પેઇન્ટિંગ કર્યું હતું.

તેમણે પોતાના પેઇન્ટિંગનાં માધ્યમથી સામાજિક સંદેશ પણ આપ્યો છે.

પોતાની કલાકારીનાં માધ્યમથી તેમણે સેક્સ વર્કર્સના હકોની વાત લોકો સમક્ષ મૂકી અને સાથે સાથે મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચારને રોકવા પણ લોકોને જાગૃત કર્યાં છે.

આ પેઇન્ટિંગનાં કામમાં એક અઠવાડિયાનો સમય લાગ્યો.

Image copyright EPA

ઇમારતો સિવાય વિસ્તારની અન્ય દિવાલો પર પણ કલાને પ્રદર્શિત કરવામાં આવી છે.

Image copyright EPA

કલાકારે આગામી સમયમાં હજુ વધુ દિવાલો પર ચિત્રકામ કરવાની યોજના બનાવી છે.

Image copyright EPA

મહત્ત્વનું છે કે દેહવ્યાપારનો ધંધો ભારતની સૌથી મોટી સમસ્યામાંથી એક છે. ભારતમાં આશરે 30 લાખ મહિલાઓ દેહવ્યાપાર સાથે જોડાયેલી હોવાનું અનુમાન છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો