#BBCShe શ્યામવર્ણ ધરાવતી મહિલાઓ માટે ગોરી હીરોઇન શા માટે?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
શું કહે છે તમિલનાડુના કોઇમ્બતુરની મહિલાઓ

જ્યારે હું કોઇમ્બતૂરના રસ્તાઓ પર ફરી તો મને બે વાતો સમજાઈ. શ્યામવર્ણ ધરાવતી મહિલાઓ રસ્તા પર હતી અને ગોરો રંગ ધરાવતી મહિલાઓના ચહેરા મોટા મોટા હોર્ડિંગનાં માધ્યમથી મને એકી નજરે જોઈ રહ્યા હતા.

એક રાજ્ય જેની ઓળખ જ તેનો શ્યામ વર્ણ હોય, ત્યાં દેશના બીજા ભાગની જેમ જાહેરાતોના હોર્ડિંગ કેમ લાગેલા છે.

આ પ્રકારના સવાલો જેને બેચેન કરતા હતા, તેવા લોકોમાં હું એકલી ન હતી. #BBCShe પ્રોજેક્ટ માટે જ્યારે અમે લોકો અવિનાશી લિંગમ યુનિવર્સિટી પહોંચ્યા, તો ત્યાંની યુવતીઓએ પણ કંઈક આવા જ સવાલ ઉઠાવ્યા.

"વિજ્ઞાપનોમાં અમે જે મહિલાઓના ચહેરા જોઈએ છીએ, મને નથી લાગતું નથી કે મહિલાઓ તેવી હોય છે. આપણે એવા સમાજની આશા રાખી શકતા નથી કે જ્યાં દરેક મહિલાનો વર્ણ ગોરો હોય. તે લાંબી હોય, તેના વાળ લાંબા હોય."

આ વાત સાંભળતા જ ત્યાં હાજર 70 યુવતીઓએ એકસાથે તાળીઓ વગાડી. તેમાંથી મોટાભાગની યુવતીઓનો રંગ શ્યામ હતો.

દુનિયાભરમાં જ્યાંની વસતીનો એક મોટો ભાગ એક ખાસ રંગ ધરાવે છે, તેમાં એ વાતને લઈને ગુસ્સો છે કે જાહેરાતોમાં બીજા રંગની મૉડલ કેમ હોય છે?

ગોરા રંગની મૉડલ માત્ર હોર્ડિંગ અને ટેલિવિઝનની જાહેરાતોમાં દેખાતી નથી.

સોનાનાં આભૂષણોની જાહેરાતમાં પણ આવી જ મૉડલ હોય છે. ઘણી બ્રાન્ડની જ્વેલરી કંપનીઓની જાહેરાત પર કદાચ તમારી નજર પણ ગઈ હશે.

કૉલેજની એક વિદ્યાર્થિનીએ કહ્યું કે માત્ર જાહેરાતમાં જ નહીં, તમિલનાડુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કોલિવૂડમાં પણ ગોરો રંગ ધરાવતી હીરોઇનની માગ છે.

ગૂગલ પર જ્યારે મેં તમિલ એક્ટ્રેસ લખીને સર્ચ કર્યું તો આ પરિણામ મળ્યા.

એ વાત રસપ્રદ છે કે કાજલ અગ્રવાલ અને સિમરન પંજાબી છે. તમન્ના અને હંસિકા મોટવાણી મહારાષ્ટ્રથી છે. અનુષ્કા શેટ્ટી કર્ણાટકથી, સ્નેહાની માતૃભાષા તેલુગૂ છે અને આસીન કેરળથી છે.

દસમાંથી માત્ર ત્રણ, તૃષા કૃષ્ણા, સામંથા અક્કીનેની અને શ્રુતિ હસન તમિલનાડુથી છે.

ત્રણેયમાં સમાન વાત એ છે કે ત્રણેય હીરોઇનનો વર્ણ ગોરો છે.

આ તરફ શ્યામવર્ણ ધરાવતા હીરો ધનુષ, વિશાલ, વિજય સેતુપતિ, વિજયકાંત અને સુપરસ્ટાર રજનીકાંત આ ગોરી હીરોઇન સાથે ફિલ્મો કરી રહ્યા છે અને તમિલના દર્શક તેમને પસંદ કરી રહ્યા છે.

ઘણી ફિલ્મોમાં ગોરા રંગની હીરોઇન શ્યામવર્ણ ધરાવતા હીરોની ચાહત રાખતી જોવા મળે છે.

ઘણાં લોકો આ વાતને એ કહીને ફગાવી શકે છે કે જાહેરાત અને ફિલ્મોમાં કાલ્પનિક દુનિયા બતાવવામાં આવે છે અને લોકો તેને એ જ રીતે જુએ છે.

કૉલેજની આ વિદ્યાર્થિનીઓ જાહેરાતોના પ્રભાવો વિશે કહે છે કે આ જોઈને તેમની અંદર પણ ગોરા હોવાની ચાહત જાગે છે.

સ્કૂલ, કૉલેજ, શિક્ષણ અને ઘરમાં પણ આત્મવિશ્વાસની ખામીને લઈને ભેદભાવની વાતો શ્યામવર્ણના કારણે સાંભળવા મળે છે.

વધારે ખરાબ ત્યારે લાગે છે જ્યારે શાહરૂખ ખાન જેવા સુપરસ્ટાર પણ જાહેરાતમાં એ કહે છે કે "ફેર ઇઝ લવલી" એટલે કે ગોરોવર્ણ જ સુંદર છે.

વર્ષ 2013માં આવેલી જાહેરાતમાં શાહરૂખ ખાન પોતાની જેમ સ્ટાર બનવાની સલાહ આપતા એક યુવકને ગોરો બનવા માટે ક્રીમ આપે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં બોલિવૂડમાં તેના વિરુદ્ધ અવાજ પણ ઉઠ્યો છે. નંદિતા દાસ "ડાર્ક ઇઝ બ્યૂટીફુલ" અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂક્યાં છે.

મિસિસ ઇન્ડિયા અર્થ 2017મા રનરઅપ રહી ચૂકેલાં ગાયત્રી નટરાજને પણ કહ્યું હતું કે વર્ણના આધારે તેમણે ભેદભાવનો સામનો કરવો પડ્યો છે.

જાહેરાતોમાં ગોરા વર્ણને સફળતાની ચાવી તરીકે રજૂ કરવામાં આવે છે.

ચહેરાને સુંદર બનાવી રાખતા સામાનની બજારમાં ગોરા થવાની ક્રીમનો ભાગ પચાસ ટકા કરતા પણ વધારે છે.

પણ શું જાહેરાતો અને ફિલ્મોની બજાર કૉલેજની આ યુવતીઓની વાત સાંભળશે?

ન માત્ર એ સમજવા માટે કે છોકરીઓ શું ઇચ્છે છે પરંતુ એ માટે પણ કે તેમની વેચવાની રીત એક જ પ્રકારની ઘરેડમાં ચાલી આવતી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો