જુઓ કૅમેરામાં કેદ થયેલી આ સપ્તાહની મહત્ત્વની ઘટનાઓ

વધતી ગરમીથી લઈ અણ્ણાના આંદોલન અને દેશના મનાવાયેલા તહેવારોની મનમોહક તસવીરો.

ઇમેજ કૅપ્શન,

અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં ગરમીથી બચવા પાણીમાં આરામ ફરમાવી રહેલો વાઘ

ઇમેજ કૅપ્શન,

વર્ષો જુના વડલાને કપાતો બચાવવા અમદાવાદીઓએ લડત ચલાવી અને એએમસીએ ઝાડ કાપવાનો નિર્ણય પડતો મૂકવો પડ્યો

ઇમેજ કૅપ્શન,

દિલ્હીના રામલીલા મેદાનમાં જનલોકપાલ બિલની માંગણીને લઈને સમાજસેવી અણ્ણા હજારે ઉપવાસ પર બેઠા હતા. છેવટે સાતમા દિવસે તેમણે ઉપવાસ છોડી પારણા કરી લીધા

ઇમેજ કૅપ્શન,

અણ્ણા હજારેના ઉપવાસમાં ઘણા ખેડૂત સંગઠનોએ પણ ભાગ લીધો હતો. દેશના વિવિધ ભાગોમાંથી ખેડૂતો દિલ્હી પહોંચ્યા હતા

ઇમેજ કૅપ્શન,

દિલ્હીમાં ચાલી રહેલી સીલિંગની કાર્યવાહી વિરુદ્ધ ગળામાં સીલ કરેલાં તાળાં લટકાવીને વિરોધ પ્રદર્શન કરી રહેલા એક વેપારી

ઇમેજ કૅપ્શન,

મહારાષ્ટ્રમાં શનિવારે જ્યોતિબા મેળાનું આયોજન થયું હતું, આ મેળામાં લોકો એકઠાં થઈને દેવી જ્યોતિબાની આરાધના કરે છે

ઇમેજ કૅપ્શન,

પંજાબના અમૃતસરમાં રામનવમીના દિવસે એક ભક્તે દેવી કાલિકાનું રૂપ ધારણ કર્યું હતું

ઇમેજ કૅપ્શન,

અમૃતસરમાં જ ગુડ ફ્રાઇડેના દિવસે ખ્રિસ્તી મહિલાઓએ લાકડીના ક્રૉસ લઈને રેલીનું આયોજન કર્યું હતું

ઇમેજ કૅપ્શન,

ચેન્નઈમાં દેવતા કપલીશ્વરની મૂર્તિની શોભાયાત્રામાં શંખ અને વિવિધ વાદ્યો સાથે જોડાયેલાં ભક્તો

ઇમેજ કૅપ્શન,

જર્મનીના રાષ્ટ્રપતિ ફ્રેંક વૉલ્ટર સ્ટેનમેયરે ચેન્નઈ સ્થિ કંપની ડેમલર ઇન્ડિયાની કોમર્સિયલ વાહનોની ફેક્ટરીની મુલાકાત લીધી ત્યારે તેણે કર્મચારીઓ સાથે વાતચીત કરીને જાણકારી મેળવી હતી

ઇમેજ કૅપ્શન,

ઇસરોએ આ અઠવાડિયે શ્રીહરિકોટા પ્રક્ષેપણ કેન્દ્રથી જીસેટ-6એ ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ કર્યું, ઇસરોના જણાવ્યા અનુસાર આ ઉપગ્રહ મોબાઇલ કૉમ્યુનિકેશન માટે ખૂબ જરૂરી છે

ઇમેજ કૅપ્શન,

હૈદરાબાદમાં મહાવીર જયંતીના તહેવારે શ્રી મહાવીર જૈન મંદિરમાં યુવતીઓએ સેલ્ફી લીધી