શ્રીલંકાની નૌસેનાએ બીજા વિશ્વયુદ્ધમાં ડૂબેલા જહાજને તરતું કર્યું

બીજા વિશ્વયુદ્ધમાં ડુબી ગયેલા બ્રિટિશ જહાજના કાટમાળની તસવીર
ઇમેજ કૅપ્શન,

શ્રીલંકાના નૌકાદળના મરજીવાઓએ જહાજના મુખ્ય માળખાના ભાગોને ફરીથી જોડવા પડ્યા હતા

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના હવાઈ હૂમલામાં બોમ્બમારાને કારણે ડૂબી ગયેલા એક બ્રિટિશ મુસાફર જહાજને 75 વર્ષ બાદ શ્રીલંકાના દરિયા કિનારે ફરીથી તરતું કરાયું છે.

ધ એસએસ સગૈંગ જ્યારે ડૂબી રહ્યું હતું ત્યારે તેના મોટાભાગનાં મુસાફરો અને માલ-સામાનને 1942માં બચાવી લેવાયાં હતાં.

હવે આ જહાજને શ્રીલંકાની નેવીના મરજીવાઓની એક ટુકડીની મદદથી ફરીથી જળ સપાટી પર લાવવામાં સફળતા મળી છે.

આ જહાજ ત્રિંકોમાલી બંદર નજીક પાણીમાં 35 ફૂટ (10.7 મીટર) ઊંડે પડેલું હતું.

તમને આ વાંચવું પણ ગમશે:

જહાજને સપાટી પર લાવવાની સમગ્ર કામગીરી મહિનાઓ સુધી ચાલી હતી અને તેમાં શ્રીલંકાના ઇસ્ટર્ન નેવી કમાન્ડ યુનિટ જોડાયેલું હતું.

ઇમેજ કૅપ્શન,

ડૂબેલા જહાજને સપાટી પર લાવવાનું કામ મહિનાઓ સુધી ચાલ્યું હતું

આ કામગીરીમાં સૌથી મહત્ત્વનું હતું કે 452 ફૂટ લાંબા જહાજના મુખ્ય માળખાને મજબૂત કરવામાં આવે, જેની 11 સપ્ટેમ્બર, 2017ના રોજ શરૂ થઈ હતી, તેમ શ્રીલંકાની નૌસેનાએ એક નિવેદનમાં શનિવારે જણાવ્યું હતું.

મરજીવાઓની એક ટુકડીએ આ જહાજનું એક કૃત્રિમ પડખું તૈયાર કર્યું હતું. ત્યારબાદ તેમાં સંગ્રહાયેલું પાણી ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

આ જહાજને ફરીથી તરતું થયું એ પહેલાં તેનો ઉપયોગ બંદરે લાંગરવામાં આવેલાં અન્ય નૌસેનાના જહાજો માટેના ડક્કા તરીકે થતો હતો.

ઇમેજ કૅપ્શન,

જાપાનના હવાઈ હુમલાને કારણે ડૂબી ગયાં પહેલાનું ધ એસએસ સગૈંગ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો