ચાર વર્ષમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ શા માટે પહોંચ્યા?

તેલની કિંમત Image copyright REUTERS/Max Rossi

દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમત રેકોર્ડ ઊંચાઈએ પહોંચી હતી.

રવિવારે પેટ્રોલની કિંમત 73.73 રૂપિયા પ્રતિ લીટર જોવા મળી, જે છેલ્લાં ચાર વર્ષોમાં સૌથી વધુ છે.

ડીઝલની કિંમતની વાત કરીએ તો 64.58 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી. ડીઝલની આ કિંમત અત્યારસુધીની સૌથી ઊંચી કિંમત છે.

કિંમત વધવાની સાથે જ સરકાર પાસે તેના પર એક્સાઇઝ ટેક્સ ઓછો કરવાની માગ પણ થઈ રહી છે.

Image copyright REUTERS/Beawiharta/File Photo

સરકારી ઓઇલ કંપનીઓ ગત જૂન મહિનાથી બજારનો ભાવ જોઈને દરરોજ પેટ્રોલ-ડીઝલનો ભાવ નક્કી કરે છે.

જેને અનુસરીને રવિવારે કંપનીઓએ દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલની કિંમત 18 પૈસા પ્રતિ લીટર વધારી હતી.

આ પહેલાં 14 સપ્ટેમ્બર 2014નાં રોજ પેટ્રોલ 76.06 રૂપિયા પ્રતિ લીટરની કિંમત સાથે સૌથી મોંઘુ હતું.

ડીઝલની કિંમતને જોઈએ તો આ પહેલાં 7 ફેબ્રુઆરી 2018નાં રોજ 64.22 રૂપિયાની કિંમત સાથે સૌથી મોંઘુ હતું.


શા માટે આટલું મોઘાં થયાં પેટ્રોલ-ડીઝલ?

Image copyright Getty Images

ઓઇલ મંત્રાલયે આ વર્ષની શરૂઆતમાં પેટ્રોલ અને ડીઝલ પર લાગનારી એક્સાઇઝ ડ્યૂટીને ઓછી કરવાની માંગ કરી હતી.

જેથી આંતરરાષ્ટ્રીય સ્તર પર વધતી ઓઇલની કિંમતોમાં રાહત મળી શકે.

પરંતુ નાણામંત્રી અરુણ જેટલીએ એક ફેબ્રુઆરીએ રજૂ કરેલા પોતાના બજેટમાં ઓઇલ મંત્રાલયની આ માંગને સંપૂર્ણપણ અવગણી હતી.

નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘટેલી ઓઇલ કિંમતોનો લાભ ઉઠાવવા સરકારે નવ વખત પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યૂટી વધારી હતી.

આ 15 મહિનાની અંદર પેટ્રોલની કિંમત 11.77 રૂપિયા અને ડીઝલની કિંમત 13.47 વધારો થયો હતો..

આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થતાં પણ દિલ્હીમાં ઓઇલની કિંમતો વધી હતી.

જેનાથી સરકારને નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન 242,000 કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2014-15માં 99,000 કરોડ રૂપિયાનો ફાયદો થયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ