પદ્મ એવૉર્ડ વખતે ધોનીએ શા માટે આર્મીનો યુનિફોર્મ પહેર્યો હતો?

મહેન્દ્ર સિંહ ધોનીનો ફોટો Image copyright twitter/@rashtrapatibhvn

ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં દેશના ત્રીજા સૌથી મહત્ત્વનાં સન્માન પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની સાથે સાથે બિલિયડ્સ ચેમ્પિયન પકંજ અડવાણીને પણ પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.

રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મભૂષણ સ્વીકારતી વખતે મહેન્દ્ર સિંહ ધોની આર્મીના યુનિફોર્મમાં જોવા મળ્યા હતા.

ત્યારે તમને પ્રશ્ન થતો હશો કે ધોનીએ આ યુનિફોર્મ શા માટે પહેર્યો છે?

ગઈકાલે તેમને સન્માન મળ્યા બાદ આર્મી યુનિફોર્મમાં એવૉર્ડ લેનારા ધોનીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

અમે તમને જણાવી દઈએ કે ધોનીને સેનાના લેફટનન્ટ કર્નલની ઉપાધી આપવામાં આવી છે.

સેનાનો ભાગ બન્યા બાદ ધોનીને બધી જ સુવિધાઓ મળે છે જેવી એક જવાનને મળે છે.

જેથી આ મહત્ત્વના કાર્યક્રમ દરમિયાન તેઓ આ યુનિફોર્મમાં જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ક્રિકેટમાં ભારત 1983માં ચેમ્પિયન બન્યા બાદ 28 વર્ષ બાદ ધોનીના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ 2 એપ્રિલ 2011નાં રોજ ટાઇટલ જીતવામાં સફળ રહી હતી.

સંયોગથી રાષ્ટ્રપતિ ભવનમાં ધોનીને આ સન્માન આ જ દિવસે આપવામાં આવ્યું હતું.

આ વખતે મહેન્દ્ર સિંહ ધોની સહિત 84 લોકોને પદ્મ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.


આ ગુજરાતીઓને પણ સન્માન મળ્યું

ફિલ્મ ઉદ્ધોગમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા મનોજ જોષીને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિ કોવિંદે સાહિત્ય અને શિક્ષણ શ્રેત્રમાં શ્રી ઝવેરીલાલ દલપતરામ મહેતાને પદ્મશ્રી સન્માનથી નવાજ્યા.

#PresidentKovind એ ડૉ. પંકજ મનુભાઈ શાહને,ચિકિત્સા (ઓન્કોલોજી) ક્ષેત્રે પ્રદાન બદલ પદ્મશ્રી સન્માનથી નવાજ્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો