ફેક ન્યૂઝ: મોદીએ બદલ્યો સ્મૃતિનો નિર્ણય

સ્મૃતિ ઇરાની

ઇમેજ સ્રોત, AFP

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીના ફેક ન્યૂઝવાળા પત્રકારોને બ્લેકલિસ્ટ કરવાના નિર્ણયને પરત લઈ લેવામાં આવ્યો છે.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોના ડીજી ફ્રેંક નરોન્હાએ આ જાણકારી આપી હતી. તેમણે લખ્યું, "વડા પ્રધાને નિર્દેશ આપ્યો છે કે ફેક ન્યૂઝને લઈને જે પ્રેસ રિલિઝ બહાર પાડવામાં આવી હતી તે પરત લેવામાં આવે અને આ મામલને માત્ર ઇન્ડિયન પ્રેસ કાઉન્સિલમાં ઉઠાવવો જોઈએ. "

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીએ ટ્વીટ કરીને કહ્યું, "ફેક ન્યૂઝને લઈને ચર્ચા શરૂ થઈ છે. કેટલાક પત્રકાર અને સંસ્થાઓ તેને લઈને સૂચનો આપી રહી છે. માહિતી અને પ્રસારણ વિભાગને ખુશી થશે જો ફેક ન્યૂઝને લઈને આપણે સાથ આવી શકીએ. આ મામલે ઇચ્છુક પત્રકારો મને મળી શકે છે."

શું હતો સરકારનો નિર્ણય?

ઇમેજ સ્રોત, AFP

માહિતી અને પ્રસારણ વિભાગે ફેક ન્યૂઝને લઈને આદેશ કર્યો હતો. આ આદેશ પ્રમાણે, "જો કોઈ પત્રકાર ફેક ન્યૂઝ લખે કે તેનો પ્રચાર-પ્રસાર કરે, તો તેને બ્લેકલિસ્ટ કરી શકાય છે."

કહેવામાં આવ્યું કે આ મામલે નિર્ણય પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ અસોસિયેશન કરશે.

આ બંને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાની નિયામક સંસ્થાઓ છે.

પરત લેવામાં આવેલા નિયમ પ્રમાણે, "ફેક ન્યૂઝના મામલે દોષી ગણાયેલા પત્રકારની માન્યતા સ્થાયી કે અસ્થાયીરૂપે રદ્દ થઈ શકતી હતી."

સરકારના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા થઈ રહી હતી.

મીડિયા સાથે સંકળાયેલા લોકોએ પણ આ નિર્ણયને પ્રેસની આઝાદી પર હુમલો ગણાવ્યો હતો.

જોકે, કેટલાક લોકોએ આ ચુકાદાને યોગ્ય પણ ઠેરવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો