સોશિયલ : 'હરણે 'ટાઇગર'નો શિકાર કર્યો'

સલમાન ખાન

વર્ષ 1998ના કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને જોધપુર કોર્ટે દોષિત જાહેર કર્યા છે.

તેમને પાંચ વર્ષની કેદની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમને જોધપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે.

તમને આ પણ વાંચવું ગમશે

દોષિત જાહેર કર્યા બાદ, સોશિયલ મીડિયા પર પણ ચર્ચા થઈ રહી છે. હાલમાં હૅશટૅગ #BlackBuckPoahingCase અને #IStandWithSalmanKhan ટ્રેન્ડ કરી રહ્યાં છે.

સોશિઅલ મીડિયા પર લોકો શું કહી રહ્યા છે?

મૌસમી નામનાં ટ્વિટર યૂઝરે લખ્યું, ''હરણે 'ટાઇગર'નો શિકાર કર્યો.''

લખન નામનાં યૂઝરે સુલ્તાન ફિલ્મની સલમાન ખાનની તસવીર શૅર કરતા લખ્યું, ''જજે સલમાને કહ્યું હરણની લાશ ક્યાં છે? સલમાન ખાને ત્યારે પોતાનું પેટ દેખાડી દીધું.''

ટ્વિટર યૂઝર પુષ્કર શ્રીવાસ્તવે એક ટ્વીટમાં લખ્યું, "હવે સલમાન ખાનને સમજણ પડશે કે 'ટાઇગર ઝિંદા હૈ' પરંતુ 'કાળિયાર' નહીં."

ધર્મેન્દ્ર સિંહાએ ટ્વીટ કરીને લખ્યું, "20 વર્ષ બાદ કાયદાનાં હાથ માત્ર લાંબા નહીં પરંતુ 'સ્લો મોશન'માં પણ ચાલે છે."

પોતાની પ્રતિક્રિયા જણાવતા ટ્વિટર યૂઝર અમિત સેઠીએ કહ્યું, "‘ટાઇગર'નું પાચન તંત્ર હરણને પચાવવામાં અસમર્થ રહ્યું. હવે ભારતીય જેલની મહેમાનગતી માણો. જય હો."

સલમાન ખાનનાં ઘણા ચાહકોને તેમને સમર્થન પણ આપી રહ્યા છે.

ચંદ્રમૌલીએ તેમને "માનવતાને તારનાર" ગણાવ્યા હતા.

ટ્વિટર યૂઝર ફરાહે કહ્યું, "અલ્લાહને સત્યની જાણ છે. તેમના પરિવારનાં સભ્યો, મિત્રો અને ચાહકોને પણ સત્યની જાણ છે. મજબૂત રહો. નિર્ભય રહો. દયાળુ અને સારા ઇરાદાઓ ધરાવતા લોકો હંમેશા પરમ સુખમય હોય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો