લગ્નના ફોટા પરથી ફેક પોર્ન બનાવી યુવતીને બ્લેક મેઇલ કરનારની ધરપકડ

પ્રતિકાત્મક તસવીર

યુવતીઓ સ્ટુડિયો જતી હોય છે. તસવીરો ખેંચાવતી હોય છે. પણ જો ફોટોગ્રાફર એ તસવીરો સાથે છેડછાડ કરે તો?

કેરળમાં એક આવો જ બનાવ સામે આવ્યો છે. પોલીસે નકલી વાંધાજનક તસવીરો બનાવી મહિલાઓને બ્લેક મેઇલ કરવાના મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે.

ધરપકડ કરાયેલો શખ્સ ફોટો સ્ટુડિયોમાં કામ કરતો હતો. તેના પર સ્ટુડિયોની એક મહિલા ગ્રાહકની તસવીરોને ખોટી રીતે ફોટોશોપ કરવાનો આરોપ છે.

આ પહેલા મંગળવારે સ્ટુડિયોના બે માલિકોની પણ પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસે બીબીસીના અશરફ પદન્નાને જણાવ્યું કે મહિલાઓએ ફરિયાદ કરી હતી કે તેમને બ્લેક મેઇલ કરવામાં આવી રહ્યાં છે.

સ્ટુડિયોમાંથી મળી મહિલાઓની 40 હજાર તસવીરો

મહિલાઓનો આરોપ છે કે આ તસવીરોને સોશિયલ મીડિયા પર શૅર કરાઈ રહી હતી.

કોઝીકોડમાં આવેલો આ ફોટો સ્ટુડિયો લગ્ન અને પારિવારિક ફોટોગ્રાફી માટે જાણીતો છે. આરોપીઓ અહીં ફોટો અને વીડિયો એડિટર તરીકે કામ કરતા હતા.

આપને આ વાંચવું ગમશે :

સોમવારથી જ મહિલાઓ આરોપીઓની ધરપકડ માટે પ્રદર્શન કરી રહી હતી.

પોલીસે બીબીસીને જણાવ્યું કે ફરિયાદોની પુષ્ટિ ન થાય ત્યાં સુધી સ્ટુડિયો બંધ કરી દેવાયો છે. આરોપીઓને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પોલીસે એવું પણ જણાવ્યું કે સ્ટુડિયોમાંથી તેમને એક હાર્ડ ડિસ્ક મળી છે. જેમાં મહિલાઓની 40 હજાર તસવીરો છે.

ભારતમાં પોર્ન

આ મામલે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આમાંથી કેટલી મહિલાઓ ભોગ બની છે.

પોલીસ હજુ સુધી એ પણ સ્પષ્ટ નથી કરી શકી કે આમાંથી કેટલી તસવીરો ઇન્ટરનેટ પર કે ઇન્ટરનેટ સિવાય પણ સાર્વજનિક કરવામાં આવી છે.

પોર્ન સાઇટ 'પોર્નહબ' અનુસાર પોર્ન જોવામાં ભારત દુનિયાના માત્ર ત્રણ દેશોથી જ પાછળ છે. ભારતની ઉપર અમેરિકા, બ્રિટન અને કેનેડાના નામ છે.

ભારત સરકારે 2015માં કેટલીય પોર્ન સાઇટ્સને બ્લૉક કરી દીધી હતી. સરકારનું કહેવું હતું કે બાળકોને આનાથી દૂર રાખવા માટે આમ કરવામાં આવ્યું છે.

જોકે, વિરોધને પગલે બે સપ્તાહ બાદ જ આ નિર્ણય પરત લઈ લેવાયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો