Commonwealth Games 2018 : ગોલ્ડ મેડલ જીતનારી ડેન્ટલ સર્જન હિના સિદ્ધુને જાણો છો?

  • વંદના
  • ટી.વી. એડિટર (ભારતીય ભાષાઓ)
હિના સિદ્ધુ.

ઇમેજ સ્રોત, Heena Sidhu

ઇમેજ કૅપ્શન,

હિના સિદ્ધુ.

હિના સિદ્ધુ કૉમનવેલ્થમાં ભારત માટે 'મેડલ્સ ગર્લ' સાબિત થઈ છે.

10 એપ્રિલના રોજ હિનાએ મહિલાના 25 મીટર પિસ્તોલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

તો 8 એપ્રિલના રોજ હિનાએ સિલ્વર મેડલ જીતી બધાના દિલ જીતી લીધાં હતાં.

તો અપેક્ષા પ્રમાણે જ હિના સિદ્ધુએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને આ શ્રેણીમાં રજતપદક અપાવ્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

વર્ષ 1989માં લુધિયાણામાં જન્મેલા હિના ડેન્ટલ સર્જરીની ડિગ્રી ધરાવે છે.

પરંતુ પિતા રાષ્ટ્રીય સ્તરના નિશાનબાજ હોવાના કારણે નિશાનબાજી પ્રત્યે તેમની રુચિ સ્વાભાવિક બાબત હતી.

હિના ન્યુરોલૉજિસ્ટ બનવા માગતા હતા. વર્ષ 2006માં મેડિકલ દુનિયામાં દાખલ થવા માટે હિના પરિશ્રમ કરી રહ્યા હતા.

ઘરે તેમના કાકા બંદૂક રિપેરિંગનો વ્યવસાય હતો. પરિણામે તેઓ શોખમાં પિસ્તોલ ચલાવવાનું શીખ્યા હતા.

આ સમયગાળા દરમિયાન નિશાનબાજીનો શોખ આજીવન લક્ષ્યમાં બદલાઈ ગયો હતો.

ઇમેજ સ્રોત, Heena Sidhu

જ્યારે તેઓ કૉલેજમાં હતા, ત્યારે મેડલ જીતવાની પ્રક્રિયા શરૂ થઈ હતી.

19 વર્ષની ઉંમરે તેઓ હંગેરિયન ઓપનમાં વિજયી રહ્યા અને વર્ષ 2009માં યોજાયેલા બીજિંગ વર્લ્ડ કપમાં તેમને સિલ્વર મેડલ જીત્યો હતો.

ત્યારબાદ શૂટર રૉનક પંડિત તેમના કોચ અને પતિ બન્યા હતા.

વર્ષ 2013માં વિશ્વ શૂટિંગ પ્રતિસ્પર્ધાના 10 મીટર ઍર પિસ્તોલ શ્રેણીમાં હિનાએ વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો.

પરિણામે તેઓ આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા.

બીબીસી સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે નિશાનબાજીમાં સ્થિરતા, સમયાનુકૂળતા, લય અને બંદૂકનો ઘોડો મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

જેના માટે તેઓ અલગ-અલગ પ્રકારનાં વ્યાયામ કરે છે.

મૅચ રમ્યા પહેલાં, તેઓ કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનનું સેવન અધિક માત્રામાં કરે છે. જ્યારે કૉફી, ચા અને ખાંડનું સેવન ઓછું કરી નાખે છે.

કેટલાક ખેલાડીઓની જેમ, હિના એકસમયે ઈજાગ્રસ્ત થયા હતા, પરિણામે તેઓ રમી શકતા નહોતા.

વર્ષ 2017માં આંગળીમાં થયેલી ઈજાના કારણે તેમની આંગળીઓ ધ્રૂજી જતી હતી.

સારવાર, ફિઝિયોથેરપી અને સાહસના કારણથી તેઓ ખેલ જગતમાં પરત આવ્યા હતા.

તેમની વ્યક્તિગત વેબસાઇટના જણવ્યા અનુસાર, વર્ષ 2017માં તેમણે કૉમનવેલ્થ શૂટિંગ પ્રતિસ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

વધુમાં જીતુ રાય સાથે વર્લ્ડ કપ મિક્સ્ડ 10 મીટર ઍર પિસ્તોલ શ્રેણીમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

વિશ્વભરમાં પ્રથમ સ્થાને રહી ચૂકેલા હિનાનું નામ આ વર્ષે ફૉર્બ્ઝ મૅગઝી દ્વારા 'અંડર 30 યંગ અચીવર્સ'ની યાદીમાં સામેલ છે.

હિના પુસ્તકો વાંચવામાં અને નવા સ્થાનોની મુસાફરી કરવામાં રુચિ રાખે છે.

પોતાની વેબસાઇટ પર તેમણે લખ્યું છે કે તેમને રમતગમત, શરીરરચના, મનોવિજ્ઞાન અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ સંબંધિત પુસ્તકો વાંચવા ગમે છે.

તેઓ ચિત્રકળા અને રેખાચિત્રોમાં પણ રુચિ ધરાવે છે.

અન્ય પ્રતિસ્પર્ધા:

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ હિના સિદ્ધુ (એકદમ જમણે)

  • 8 એપ્રિલ- સ્કીટ શૂટિંગ- સોનિયા શેખ, મહેશ્વરી ચૈહાન
  • 8 એપ્રિલ- 10 મીટર ઍર પિસ્તોલ- હિના સિદ્ધુ, મનુ ભાખડ
  • 10 એપ્રિલ- 25 મીટર- હિના સિદ્ધુ, અનુરાજ સિંહ
  • 11 એપ્રિલ- ડબલ ટ્રેપ- શ્રેયસી સિંહ, વર્ષા વરમન
  • 12 એપ્રિલ- 50 મીટર રાઇફલ પ્રોન- અંજુમ મોદગિલ, તેજસ્વિની સાવંત
  • 13 એપ્રિલ- 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન- અંજુમ મોદગિલ, તેજસ્વિની સાવંત
  • 13 એપ્રિલ- ટ્રેપ- શ્રેયસી સિંહ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો