સલમાન આજે પણ જેલમાં, જામીન પર ચુકાદો ટળ્યો, આવતીકાલે સુનાવણી

સલમાન ખાનની તસવીર

સલમાન ખાનની જામીન અરજી પર આવતીકાલે ચુકાદો આવે તેવી શક્યતા છે.

શુક્રવારે સલમાનની જામીન અરજી પર થયેલી સુનાવણીમાં જોધપુરની સેશન્સ કોર્ટે કહ્યું હતું કે જામીન પર આવતીકાલે સુનાવણી થશે.

ગુરૂવારે દુર્લભ પ્રજાતિના બે કાળિયારના શિકાર બદલ સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

આ કેસમાં સહ-આરોપીઓ તબ્બુ, સૈફ અલી ખાન, નીલમ કોઠારી તથા સોનાલી બેન્દ્રેને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા.

શુક્રવારે શું થયું?

ઇમેજ કૅપ્શન,

પતિ સમીર સોની સાથે અભિનેત્રી નીલમ કોઠારી

શુક્રવારે સલમાન ખાનના વકીલ દ્વારા 51 પન્નાની દલીલો તૈયાર કરવામાં આવી હતી. જેનો સરકારી વકીલે વિરોધ કર્યો હતો.

જજ રવિન્દ્ર કુમાર જોશીએ સાંભળી હતી અને નીચલી કોર્ટમાંથી જરૂરી દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

જેને પગલે સલમાન ખાને શુક્રવારે રાત્રે પણ સલમાન ખાને જોધપુર સેન્ટ્રલ જેલમાં જ રાત વીતાવવી પડશે.

કેસની વિગતો

ઇમેજ કૅપ્શન,

સૈફ અલી ખાન

સલમાન ખાન સામે લગભગ વીસ વર્ષથી કાળિયાર શિકારનો કેસ ચાલી રહ્યો છે.

1998માં ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ના શૂટિંગ માટે સલમાન ખાન, સોનાલી બેન્દ્રે, સૈફ અલી ખાન, તબ્બુ અને નીલમ કોઠારી પર દુર્લભ કાળિયારના શિકારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

સરકારી પક્ષ દ્વારા 28 સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા હતા.

સલમાન ખાનના વકીલ હસ્તીમલ સારસ્વતે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમના અસીલને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે.

ગુરૂવારે કોર્ટે સલમાન ખાનને દોષિત ઠેરવી પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી, ઉપરાંત તેને રૂ. દસ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

અન્ય એક કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા અને રૂ. 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યા હતા.

સલમાન ખાનને જોધપુર સેન્ટ્રલ જેલની બે નંબરની બેરેકમાં રાખવામાં આવ્યો છે. જ્યા તેને 'કેદી નંબર 106'ની ઓળખ આપવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો