કર્ણાટકમાં લિંગાયતનું સમર્થન કોંગ્રેસને ચૂંટણી જીતાડી શકશે?

  • સલમાન રાવી
  • બીબીસી સંવાદદાતા, બેંગલુરૂથી
લિંગાયતો

કર્ણાટકમાં લિંગાયત સમાજના મઠાધીશોની સૌથી મોટી સંસ્થા 'ફોરમ ઑફ લિંગાયત મહાધિપતિ'એ શનિવારે ઔપચારિક ઘોષણા કરી કે આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમનો સમાજ કોંગ્રેસને સમર્થન આપશે.

બેંગલુરૂમાં આયોજિત મહાધિપતિઓની સભામાં જગતગુરૂ માતે મહાદેવીએ આ વાતની ઘોષણા કરતા કહ્યું કે લિંગાયતને એ જ દરજ્જો મળશે જે શીખ અને જૈન ધર્મગુરૂઓને મળી રહ્યો છે.

સૌથી પહેલા આ મામલો લિંગાયત સમાજના એક જૂથે ઉઠાવ્યો હતો જેને વીરશૈવ લિંગાયત તરીકે ઓળખવામાં આવે છે.

આ મામલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જસ્ટિસ નાગમોહન દાસના નેતૃત્વમાં એક સમિતિ બનાવી હતું.

'300 વર્ષનો સંઘર્ષ'

સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે વીરશૈવ સમાજના લોકો ભગવાન શિવની પૂજા એ જ રીતે કરે છે જે રીતે હિંદુ કરે છે અને તેઓ વેદ તેમજ પુરાણ પર પણ ભરોસો રાખે છે.

તેવામાં સમિતિએ વીરશૈવ સમાજને તેમાં સામેલ ન કરવા ભલામણ કરી છે.

આ તરફ ગુરુ બાસવન્નાના વચનોને માનતા લિંગાયત, કે જેઓ મૂર્તિપૂજા નથી કરતા, તેમને અલગ ધર્મ ન માની અલ્પસંખ્યકોનો દરજ્જો આપવા ભલામણ કરવામાં આવી.

તમને આ પણ વાંચવું ગમશે

ફોરમ ઑફ લિંગાયત મહાધિપતિના સંયોજક ડૉક્ટર એસએમ જામદારે બીબીસીને જણાવ્યું કે નિર્ણય સ્પષ્ટ છે. બાસવન્નાના વચનો પર ચાલતા લિંગાયત મઠોના બધા મહાધિશોએ એકમતથી કોંગ્રેસને સમર્થન આપવાની ઘોષણા કરી છે.

આ પહેલાં જગતગુરુ માતે મહાદેવીએ બેઠક બાદ પત્રકારોને કહ્યું કે તેમનો સમાજ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પહેલનું સ્વાગત કરે છે. તેમનું કહેવું હતું કે છેલ્લા 300 વર્ષોથી લિંગાયત પોતાની હિંદુઓથી અલગ ઓળખને લઇને સંઘર્ષ કરી રહ્યા છે.

ઇમેજ કૅપ્શન,

ફોરમ ઑફ લિંગાયત મહાધિપતિના સંયોજક ડૉક્ટર એસએમ જામદાર

બેંગલુરૂમાં આયોજિત મહાધિપતિઓની આ જ બેઠકમાં કર્ણાટકના વિભિન્ન વિસતારના લિંગાયત મઠાધિશ એકત્ર થયા હતા.

જોકે, આ ઘોષણા બાદ ભારતીય જનતા પક્ષે ઔપચારિક રૂપે કંઈ કહ્યું નથી પરંતુ પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ મઠોમાં ફરી લિંગાયત મહાધિશો પાસે ચૂંટણીમાં સમર્થનની અપીલ કરતા આવ્યા છે.

હવે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા આ ઘોષણા બાદ બેઠક કરી રહ્યા છે કે તેમની આગળની રણનીતિ શું હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો