હિમાચલ : સ્કૂલ બસ ખાઈમાં પડતાં 23 બાળકો સહિત 27નાં મૃત્યુ

ખાઈમાં પડેલી અને રાહત કામ કરતા લોકો Image copyright Getty Images

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના નૂરપુરમાં એક સ્કૂલ બસ ખાઈમાં પડતાં 27 લોકોનાં મૃત્યુ થયાં છે.

મૃત્યુ પામેલાઓમાં મોટાભાગનાં બાળકો હતાં. બસમાં આશરે 60 બાળકો સવાર હતા.

જિલ્લાના એસપી સંતોષ પટિયાલે અકસ્માતમાં 23 બાળકોનાં મૃત્યુની પુષ્ટિ કરી હતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ સોમવારે બપોરબાદ સવા ત્રણ વાગ્યે બસ મલકવાલ ગામમાં ઊંડી ખાઈમાં પડી હતી. મૃતકોમાં એક ડ્રાઇવર બે શિક્ષકો સહિત બાળકો છે.

આ ઘટના સવા ત્રણ વાગ્યે બની જ્યારે શાળા છૂટ્યાં બાદ બાળકો તેમના ઘરે જઈ રહ્યા હતા.

ખાઈમાં પડેલી બસને રસ્તા પરથી જોવી મુશ્કેલ હતી. આ ખાઈની ઊંડાઈ 400 ફૂટ હતી.

કાંગડાના ડેપ્યૂટી કમિશનર સંદીપકુમારે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે ઘાયલોને પઠાણકોટ સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે કહ્યું છે કે મૃતક બાળકોમાં 13 વિદ્યાર્થીઓ અને 10 વિદ્યાર્થિનીઓ હતી. હજુ સુધી આ અકસ્માતનું કારણ સ્પષ્ટ થયું નથી.

આ ઘટનાની તપાસ માટે આદેશ અપાયા છે. પોલીસે કેસ દાખલ કર્યો છે અને મૃતકોના પરિવારોને પાંચ લાખ રૂપિયાની રાહત આપવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ