BBC News Pop Up : અમને મળો બેંગલુરુમાં
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

BBC News Pop Up : અમને મળો બેંગલુરુમાં

કર્ણાટકમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. અને રાજ્ય આખું ચૂંટણીના રંગે રગાઈ ગયું છે.

ઢોસા અને ફિલ્ટર કૉફીની ચૂસ્કીઓ સાથે 12 મેએ યોજાઈ રહેલી ચૂંટણીમાં કોંગ્રેસ બાજી મારશે? કે ભાજપનો વિજય થશે? એ ચર્ચાઓ ચાલી રહી છે.

ત્યારે BBC News Pop Upની બેંગલુરુમાં પહોંચી છે, એ જાણવા માટે કે બીબીસીએ રાજ્યના લોકો માટે કેવી સ્ટોરી કરવી જોઈએ?

કારણ કે કર્ણાટકના યુવાનોની સમસ્યા જાણવા માટેનો આ જ અવસર છે.

બેંગલુરૂ ભલે ભારતનું 'સિલિકોન વૅલી' માનવામાં આવતું હોય, પણ સામાન્ય રીતે શહેરની પાણી, ગંદકી, ટ્રાફીક, પ્રદુષણ, ખરાબ રસ્તા જેવી સમસ્યાઓ પર ભાગ્યે જ કોઈનું ધ્યાન જતું હોય છે.

1 કરોડ 10 લાખ લોકોની વસતી ધરાવતા આ શહેરના યુવાનો શું ઇચ્છે છે?

એ જાણવા માટે આજે એટલે કે 13 એપ્રિલે અમારી સાથે જોડાવ, 'હમિંગટ્રી બાર' માં 6થી 8 વાગ્યા સુધી, ઇંદિરાનગર ખાતે અને અમારી સાથે શૅર કરો તમારા આઇડિયાઝ્.

તમારા આઇડિયાઝ પર બનેલી સ્ટોરીઝને બીબીબી પર જોવાની આ જ તો તક છે.

તમે #BBCNewsPopUp અને #KarnatakaElections2018 દ્વારા ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર અમારી સાથે જોડાયેલા રહી શકો છો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો