અમદાવાદ: રાત્રે ટોળાએ છાત્રાલય પર હુમલો કર્યો, વાહનો સળગાવ્યાં

પ્રતિકાત્મક તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર

નવગૂજરાત સમયના અહેવાલ મુજબ અમદાવાદમાં ગતરાત્રે પથ્થમારો અને વાહનો સળગાવી દેવાની ઘટના બની હતી.

શહેરના ભૂદરપૂરા વિસ્તારના સ્થાનિકોએ રાજપૂત યુવા સંઘ છાત્રાલય પર હુમલો કર્યો હતો. જેમાં દસ લોકોને ઈજા થઈ હતી તો 15 વાહનો સળગાવી દેવાયાં હતાં.

અહેવાલ મુજબ પોલીસ ઘટના સ્થળે પહોંચી તો તેના પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

દલિત સમાજ દ્વારા આપવામાં આવેલા ભારત બંધ બાદ છાત્રાલયના વિદ્યાર્થીઓ અને આંબેડકર કોલોનીના રહીશો વચ્ચે સંઘર્ષ થતો હતો.

ત્યારબાદ સોમવારે સાંજે રહીશોએ છાત્રાલય પર હુમલો કર્યો હતો. આ છાત્રાલયમાં કે સમયે 200 જેટલા વિદ્યાર્થીઓ હતા.


આ વર્ષે ચોમાસામાં 97 ટકા વરસાદની આગાહી

Image copyright Getty Images

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ દેશના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે જાહેરાત કરી છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વર્ષે 97 ટકા વરસાદ પડવાની સંભાવના છે.

કેરળમાં સૌપ્રથમ વરસાદની સાથે ભારતમાં ચોમાસાની શરૂઆત થાય છે.

કેરળમાં વરસાદ ક્યારે પડશે તે અંગે આગામી 15 તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવશે.

ચોમાસામાં 100 ટકા કરતાં 10 ટકા વધુ કે ઓછો વરસાદ પડે ત્યારે ચોમાસું સામાન્ય ગણાય.


કયા સમાચારે ન્યૂયોર્ક ટાઇમ્સને અપાવ્યું પુલિત્ઝર પ્રાઇઝ?

Image copyright Getty Images

'ધી ન્યૂયોર્ક ટાઇમ્સ' અને 'ધી ન્યૂ યોર્કર' પત્રિકાને આ વર્ષનું પુલિત્ઝર પ્રાઇઝ આપવામાં આવ્યું છે.

બંનેને હોલિવુડના ફિલ્મ નિર્માતા હાર્વી વાઇન્સ્ટાઇન પર લાગેલા જાતિય હિંસાના આરોપોનું રિપોર્ટિંગ કરવા બદલ આ પ્રાઇઝ આપવામાં આવ્યું છે.

ફિલ્મી જગતમાં મુખ્ય સ્થાન ધરાવતા હાર્વી વાઇન્સ્ટાઇન પર અનેક જાણીતી મહિલાઓએ યોન ઉત્પીડનના આરોપો લગાવ્યા હતા.

જોકે, વાઇન્સ્ટાઇન આ આરોપોને નકારી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા