એક દિવસના મુખ્યમંત્રી આપને બનાવવામાં આવે તો?

એક દિવસના મુખ્યમંત્રી આપને બનાવવામાં આવે તો?

બોલીવૂડની ફિલ્મ 'નાયક'માં અભિનેતા એક દિવસ માટે રાજ્યના મુખ્યમંત્રી બનવાનો પડકાર સ્વીકારે છે.

ફિલ્મમાં તેમણે 24 કલાકમાં રાજકીય અને વહીવટી તંત્રનું અધ્યયન કર્યું અને લોકોના હૃદય જીતી લીધા.

આવું જ કંઈક બીબીસીની ટીમે કર્ણાટકમાં યુવાનોને પૂછ્યું. બેંગલુરુમાં BBCNewsની પૉપ-અપ ટીમે મુખ્યમંત્રીની ખુરશી પર બેસવાની યુવાઓને તક આપી.

તેમને પૂછવામાં આવ્યું, 'જો હું એક દિવસ માટે મુખ્યમંત્રી બનું તો હું શું કરીશ?'

કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે તેઓ શું કરશે તે તેમણે જણાવ્યું.

જેમાં શહેરી વિસ્તારની સમસ્યાઓથી માંડીને શિક્ષણ અને મહિલા સુરક્ષા વિશે તેઓએ કામ કરવાની વાત કરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો