TOP NEWS: ઉ.પ્ર.માં સગીરા પર બળાત્કાર કરનારને ફાંસી આપવાનો કાયદો લાવવા નિર્ણય

મહિલાનો ફોટો Image copyright Getty Images

નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશમાં વધતી જતી બળાત્કારની ઘટનાઓના પગલે રાજ્ય સરકારે દુષ્કર્મ આચરનાર લોકોને ફાંસીની સજા આપવામાં આવે તેવો નિર્ણય કર્યો છે.

ઉત્તર પ્રદેશ સરકાર સગીરા પર બળાત્કાર કરનારને ફાંસીની સજા આપતો કાયદો બનાવવા અંગે વિચાર કરી રહી છે.

તેના માટે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલશે.

કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવશે કે તેમાં જરૂરી સુધારા સાથે તેના પર કામ કરી ફાંસીની સજા લાગુ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન જેવાં રાજ્યોમાં આ પ્રકારની પહેલ થઈ ચૂકી છે.

તેમજ કઠુઆ ગેંગરેપની ઘટનાને મામલે જમ્મુ-કાશ્મીર સરકાર પણ આવા કાયદા અંગે વિચાર કરી રહી છે.


આઝાદી બાદ દલિત યુવાનનો પ્રથમ વખત વરઘોડો

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર

દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગુણેલી ગામમાં દલિતો અત્યાર સુધી સારા પ્રસંગો દરમિયાન વરઘોડો કાઢતા નહોતા.

1500 જેટલી વસ્તી ધરાવતાં ગુણેલી ગામમાં 500 જેટલા દલિત લોકો રહે છે.

તેવામાં એક દલિત યુવકનાં લગ્ન દરમિયાન દલિતોએ બહુજન શક્તિ સેના સમક્ષ વરઘોડો કાઢવાની વાત વ્યક્ત કરી હતી.

ત્યારબાદ સેનાના કાર્યકર્તાઓ તેમજ સમાજના અગ્રણીઓ તથા પોલીસના સહકારથી તેમના પ્રયાસો સફળ રહ્યા હતા.

આ રીતે આઝાદી બાદ ગુણેલી ગામે દલિત યુવાનનો પ્રથમ વખત વરઘોડો નીકળ્યો.


BCCIનો RTIમાં સમાવેશ કરવામાં આવે

Image copyright Getty Images

ક્વિંટના અહેવાલ મુજબ લો કમીશને બીસીસીઆઈને આરટીઆઈ(સૂચનાનો અધિકાર)ના દાયરામાં લાવવાની સરકારને ભલામણ કરી છે.

કમીશનનું કહેવું છે કે બીસીસીઆઈ સરકારના એક અંગ તરીકે કામ કરે છે. તેમજ તેને ટેક્સમાં છૂટ અને જમીન મુદ્દે ઘણી સુવિધાઓ સરકાર તરફથી મળે છે.

તેથી કમીશનની ભલામણ છે કે બીસીસીઆઈ અને તેના બધા જ સભ્ય, ક્રિકેટ એસોસિયેશનને આરટીઆઈના દાયરામાં લાવવું જોઈએ.

જો આ ભલામણ સ્વીકારવામાં આવશે તો ત્યારબાદ બીસીસીઆઈ સાથે જોડાયેલી બાબતો તેમજ જાણકારી દેશનો કોઈ પણ નાગરીક પૂછી શકશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો