નરોડા પાટિયા કેસ: જાણો ક્યારે શું થયું?

માયા કોડનાની અને બાબુ બજરંગી Image copyright Getty Images
ફોટો લાઈન કેસમાં સજા પામેલા મુખ્ય આરોપીઓ માયા કોડનાની અને બાબુ બજરંગી

ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એસ-6 ડબ્બાને ચાંપવામાં આવેલી આગમાં 59 કારસેવકોનાં મૃત્યુ બાદ ગુજરાતમાં હિંસા ભડકી હતી.

આ હિંસામાં અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં આશરે 90 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ કેસમાં હાઈ કોર્ટે ગુજરાતના પૂર્વ મંત્રી માયા કોડનાનીને નિર્દોષ જાહેર કર્યાં છે.

આ પહેલાં ટ્રાયલ કોર્ટે તેમને મુખ્ય આરોપી ગણાવીને આજીવન કેદની સજા કરી હતી.

આ જ કેસમાં હાઈ કોર્ટે બજરંગ દળના નેતા બાબુ બજરંગીને દોષિત જાહેર કરાયા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ કે જેમાં કારસેવકો અયોધ્યાથી પાછા આવી રહ્યા હતાં તેને લોકોના ટોળાએ ઘેરી લઈને એસ-6 ડબ્બાને આગ ચાંપી દીધી. જેમાં 59 કારસેવકો મૃત્યુ પામ્યા હતાં.

આ કેસમાં કોર્ટે 11 લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.


આ કેસમાં અત્યાર સુધી શું બન્યું?

Image copyright SEBASTIAN D'SOUZA/AFP/GETTY IMAGES
ફોટો લાઈન સાબરમતી એક્સપ્રેસનો એસ-6 કોચ જેને આગ ચાંપવામાં આવી હતી.

28 ફેબ્રુઆરી, 2002:

વિશ્વ હિંદુ પરિષદે આ ગોધરાકાંડના વિરોધમાં બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન ઉશ્કેરાયેલાં ટોળાએ અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં હિંસક હુમલાઓ કર્યા.

આ હિંસામાં આશરે 90 લોકો મૃત્યુ પામ્યાં હતાં.

2007 સ્ટીંગ ઓપરેશન:

2007માં થયેલાં એક સ્ટીંગ ઓપરેશનમાં બાબુ બજરંગીએ કથિત રીતે સ્વીકાર્યું કે તે આ હિંસામાં સામેલ હતા અને પછીથી વિશ્વ હિંદુ પરિષદમાં પણ સામેલ થયા હતા.


ફોટો લાઈન સુપ્રીમ કોર્ટ

2008

સુપ્રીમ કોર્ટે આ કેસની નિષ્પક્ષ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેટીવ ટીમ (SIT)ની રચના કરી.

ઓગસ્ટ 2009:

આ ટીમે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો. જેમાં 62 આરોપીઓના વિરોધમાં કેસ નોંધવામાં આવ્યા. જેમાં 2007થી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારમાં મહિલા અને બાળવિકાસ મંત્રાલય સંભાળતાં માયા કોડનાની પણ સામેલ હતાં.

આ દરમિયાન એક આરોપી વિજય શેટ્ટીનું મૃત્યુ થઈ ગયું. અદાલતે સુનાવણી દરમિયાન 327 લોકોનાં નિવેદનો લીધાં. જેમાં ઘણા પત્રકારો, પીડિતો, ડોક્ટર, પોલીસ અધિકારીઓ અને સરકારી અધિકારીઓ સામેલ હતા.


Image copyright SAM PANTHAKY
ફોટો લાઈન માયા કોડનાનીને સ્પેશિયલ કોર્ટે 21 વર્ષની સજા આપવામાં આવી હતી.

2012માં ચુકાદો

ઓગસ્ટ 2012માં સ્પેશિયલ ટ્રાયલ કોર્ટના જજ જ્યોત્સના યાજ્ઞિકે ચુકાદો આપ્યો. આ કોર્ટે નરેન્દ્ર મોદી સરકારના પૂર્વ મંત્રી માયા કોડનાની અને બાબુ બજરંગીને હત્યાનું ષડયંત્ર રચવા માટે દોષિત જાહેર કર્યા હતા.

આ ઉપરાંત 32 અન્યને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા. પૂરાવાના અભાવે 29 લોકોને છોડી મૂકવામાં આવ્યા.

જે અનુસાર માયા કોડનાનીને 28 વર્ષની સજા અને બાબુ બજરંગીને આજીવન કેદની સજા આપવામાં આવી હતી.

વિશેષ અદાલતના આ ચુકાદાને દોષિતોએ હાઇકોર્ટમાં પડકાર્યો. જ્યાં જસ્ટિસ હર્ષા દેવાણી અને જસ્ટિસ એ.એસ. સુપેહિયાની બેંચે આ મામલે સુનાવણી કરી હતી.

જુલાઈ, 2014

ગુજરાત હાઇકોર્ટેના તત્કાલિન ચીફ જસ્ટિસ વી.એચ. સહાયની બેંચે કોડનાનીને સ્વાસ્થ્યના પ્રશ્નોને ધ્યાનમાં રાખતાં જામીન અરજી માન્ય રાખી હતી.


Image copyright Getty Images
ફોટો લાઈન માયા કોડનાનીને ગુજરાત હાઇકોર્ટે 20 એપ્રિલે નિર્દોષ જાહેર કર્યા.

જુલાઈ, 2014

ગુજરાત હાઇકોર્ટેના તત્કાલિન ચીફ જસ્ટિસ વી.એચ. સહાયની બેંચે કોડનાનીને સ્વાસ્થ્યના પ્રશ્નોને ધ્યાનમાં રાખતાં જામીન અરજી માન્ય રાખી હતી.

20 એપ્રિલ, 2018

માયા કોડનાનીને પૂરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.

બાબુ બજરંગીને દોષિત જાહેર કરવામાં આવ્યા પરંતુ તેમની સજા ઘટાડીને 21 વર્ષ કરી દેવામાં આવી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ