વાઘા બોર્ડર પર પાકિસ્તાની ક્રિકેટરનો ‘તમાશો’

હસન અલી Image copyright Twitter/Hassan Ali

ભારત અને પાકિસ્તાન, બન્ને દેશની સેના રોજ અટારી-વાઘા બોર્ડર પર ફ્લેગ ડાઉન સેરેમની કરે છે. જેને જોવા સેંકડો લોકો જમા થાય છે.

શનિવારે પણ સીમાની બન્ને તરફ સામાન્ય લોકો જમા હતા. પરંતુ ત્યારે એવું કંઇક થયું જે ચોકાવનારું હતું.

સેરેમની દરમિયાન એક પાકિસ્તાની બોલરે ભારતના દર્શકો અને બીએસએફના જવાનોને જોઇને વિચિત્ર ચેનચાળા કર્યા.


Image copyright Twitter/PCB Official
ફોટો લાઈન હસન અલી વાઘા બોર્ડર પર

એમના આ ચાળા પર લોકોની અલગઅલગ પ્રતિક્રિયા જોવા મળી.

કેટલાક લોકોને આ જરા પર પસંદ ન આવ્યું તો કેટલાક લોકોએ કહ્યું કે આ તેમનો સિગ્નેચર સ્ટેપ હતો, જે એ વિકેટ લીધા બાદ મેદાનમાં પણ કરતા હોય છે.

પાકિસ્તાની ક્રિકેટ ટીમ પોતાની ટ્રેનિંગ કેમ્પના છેલ્લા ચરણમાં વાઘા બોર્ડર પહોંચી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ભલે ખેલાડી તરીકે આ તેમનું સિગ્નેચર સ્ટેપ હોય પરંતુ બીએસએફએ આ ચેનાચાળા વિરુદ્ધ નારાજગી દેખાડી છે.

ઇંડિયન એક્સપ્રેસે બીએસએફ ઇંસ્પેક્ટરના નિવેદન મુજબ લખ્યું છે,

'હસન અલીનો આ વ્યવહાર સેરેમનીની ગરિમા ઓછી કરે છે. અમે પાકિસ્તાની રેંજર્સ સામે આ વિશે વાંધો ઉઠાવીશું. સા

માન્ય લોકોની ભીડ જ્યાં બેઠી હોય છે, ત્યાં બેસીને કોઈ કંઈ પણ કરી શકે છે. પરંતુ પરેડ સ્થળ પર સામાન્ય માણસ કોઈ પણ પ્રકારની દખલઅંદાજી ન કરી શકે.’


Image copyright PCB Official/Twitter

વાઘા પર અલીના આ ચાળાઓનો 40 સેકેન્ડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનમાં તો 'વાઘા' ટ્રેંડ પણ થઈ રહ્યું છે.

ફેઝાન અલીએ આ વીડિયો શેયર કરતા લખ્યું છે, 'હસન અલી આજે વાઘા બોર્ડર પર તેમના સિગ્નેચર સ્ટાઇલમાં જોવા મળ્યા.'

અદિલ અઝહરે ટ્વીટ કર્યું, 'હું હસન અલીના તમાશાથી જરા પણ પ્રભાવિત ન થયો. તેમને મેદાનમાં સારું રમતા જોઈને મને વધારે ખુશી થશે.'

રઝાએ લખ્યું, 'વાઘા બોર્ડર પર તમાશો કરવાથી કંઈ નહીં વળે, આપણે ભારત સાથે આર્થિક મોરચા પર મુકાબલો કરવો પડશે.'

અમિત સિંહાએ લખ્યું, 'હસન તમારા આ ચાળા કોઈ અભણ માણસ જેવા લાગે છે, જે અસભ્ય છે.'

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ક્રિકેટ ટીમના વાઘા બોર્ડર પર જવાના ફોટા પોસ્ટ કર્યા. તો એક ટ્વિટર યૂઝરે આ ઘટનાને મનોરંજક કહી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો