ગઢચિરૌલી:પોલીસ સાથે અથડામણમાં 10થી વધુ નક્સલીઓનાં મોત

સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સ Image copyright Getty Images
ફોટો લાઈન સાંકિતિક ફોટો

છત્તીસગઢની સીમાથી અડીને મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લામાં પોલિસ અને નકસલીઓ વચ્ચેની અથડામણમાં દસથી વધુ નક્સલીઓનું મૃત્યુ થયું છે.

આ અંગે વધુ વિગતો આપતા પોલીસ અધિક્ષક અભિનવ દેશમુખે કહ્યું, “આ ઑપરેશનમાં નક્સલીઓનાં મૃત્યુની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. આ ઑપરેશન દરમિયાન મોટી સંખ્યામાં પ્રચાર સામગ્રી જપ્ત કરવામાં આવી છે.”

ગઢચિરૌલી જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસે કહ્યું, "અમને અત્યાર સુધી દસથી વધુ નક્સલીઓનાં મોતના સમાચાર મળ્યા છે. આ ઑપરેશન અમારા સી-60 દળના જવાનોએ કર્યું છે."

પોલીસના જણાવ્યા મુજબ આ દળ ભામરાગઢ વિસ્તારના તાડગામના જંગલોમાં સર્ચ ઑપરેશન માટે ગયું હતું. જ્યાં રવિવારે સવારે નકસલિયો સાથે તેમની અથડામણ થઈ.

આ અથડામણ લાંબા સમય સુધી ચાલી. આ અથડામણ બાદ નક્સલિઓના દસથી વધુ મૃતદેહ એકઠા કરવામાં આવ્યા છે.

Image copyright DIBYANGSHU SARKAR/AFP/Getty Images
ફોટો લાઈન સાંકેતિક ફોટો

અથડામણમાં બે મોટા નક્સલ કમાંડર સાઇનાથ અને શિનૂના મોતના સમચાર છે, જો કે પોલીસે હજી એની પુષ્ટિ નથી કરી.

પોલીસ આ અથડામણને મોટી સફળતા માની રહી છે.

અભિનવ દેશમુખે જણાવ્યું "આ વર્ષે છઠ્ઠી વખત આવી કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉના પગલાંમાં, 8 નક્સલવાદીઓ માર્યા ગયા હતા અને ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા હતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા