કયા પક્ષે જેમની સામે મહિલાઓને લગતા ગુના દાખલ થયા છે, તેમને સૌથી વધુ ટિકિટ આપી?

પ્રતિકાત્મક તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર

19મી એપ્રિલે એસોસિયેશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સે (એ.ડી.આર.) પ્રકાશિત કરેલા એક અહેવાલમાં મુજબ વિવિધ રાજકીય પક્ષોએ જે નેતાઓ સામે મહિલાઓ વિરોધી ગુના નોંધાયા હોય તેમને ટિકિટો આપી હોવાની વિગતો રજૂ કરી છે.

આ અહેવાલમાં બહુજન સમાજવાદી પાર્ટી, શિવસેના, તૃણમુલ કોંગ્રેસ ઉપરાંત ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (કોંગ્રેસ) પણ શામેલ છે.

અહેવાલમાં દેશનાં એ ધારાસભ્યોનું વિશ્લેષણ થયું હતું જેમણે તેમની સામે મહિલાઓ વિરુદ્ધ ગુનાઓના કેસોની વિગતો જાહેર કરી હતી.

નેશનલ ઇલેક્શન વૉચ સાથે મળીને, એડીઆરે વર્તમાનનાં સાંસદો અને ધારાસભ્યોની ચૂંટણી સંબંધિત સોગંદનામાની તપાસ કરી હતી.

તેને 4896 સોગંદનામામાંથી 4845 સોગંદનામાનું વિશ્લેષણ કર્યું હતું. આ તારણો સંસદ સભ્યોનાં 776 સોગંદનામામાંથી 768 સોગંદનામા અને કુલ 4120 વિધાનસભા સભ્યોમાંથી 4077 સભ્યોનાં સોગંદનામાના વિશ્લેષણ પર આધારિત છે.

Image copyright ADR/National Election Watch

કુલ 1580 અથવા 33 ટકા વિધાનસભા અથવા સંસદ સભ્યોમાંથી 48 સભ્યોએ મહિલાઓનાં વિરુદ્ધ ગુનાઓના કેસ તેમની સામે નોંધાયા હોવાનું જાહેર કર્યું હતું.

48 સભ્યોમાંના 45 વિધાનસભા સભ્યો છે અને 3 સંસદ સભ્યો છે.

327 ઉમેદવારોનું વિશ્લેષણ થયું હતું જેમણે જાહેર કર્યું હતું કે, તેમની સામે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ નોંધાયો હોવાનું જાહેર કર્યું હતું.

તેમને મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ટિકિટ આપવામાં આવી હતી.

યાદીમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે, જ્યાંથી સૌથી વધુ 12 સાંસદો અથવા ધારાસભ્યો સામે કેસ નોંધાયા છે.

શું તમે આ વાંચ્યું?

ત્યારબાદ 11 પશ્ચિમ બંગાળના નેતાઓ, અને ઉપરાંત બન્ને ઓડિશા અને આંધ્રપ્રદેશમાંથી 5 નેતાઓ છે, જેમણે મહિલાઓ સામે દાખલ થયેલા ગુનાઓ જાહેર કર્યા છે.

વિવિધ રાષ્ટ્રીય પક્ષોની યાદીમાં, ભાજપે સૌથી વધુ સંખ્યામાં 12 નેતાઓને ટિકિટ આપી છે. ત્યારબાદ શિવસેનાનાં 7 નેતાઓ અને એ.આઈ.ટી.સી. (ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસ)નાં 6 નેતાઓ છે, જેમની વિરુદ્ધ આવા કેસ દાખલ થયા છે.

છેલ્લા પાંચ વર્ષમાં મુખ્ય રાજકીય પક્ષોમાં, ભાજપે 47 જેટલા ઉમેદવારોને ટિકિટ આપી છે, જેમણે મહિલાઓ સામે દાખલ થયેલા ગુનાઓ જાહેર કર્યા છે.

Image copyright ADR/National Election Watch

બીજા સ્થાને બહુજન સમાજ પાર્ટીએ આવા 35 જેટલા ઉમેદવારોને ટિકિટ આપી હતી. ત્યારબાદ ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસનાં 24 ઉમેદવારોએ આ સંદર્ભમાં જાણકારી આપી હતી.

છેલ્લાં પાંચ વર્ષમાં તમામ રાજ્યોની યાદીમાં ગુજરાતનાં 11 ઉમેદવારો હતા, જેમણે ગુના સંબંધિત માહિતી આપી હતી.


આ વિશ્લેષણથી શું ફરક પડશે?

Image copyright GREG WOOD/Getty Images

રિપોર્ટમાં કેટલાક સૂચનો પણ આપવામાં આવ્યા છે. એ.ડી.આર. અને નેશનલ ઇલેક્શન વૉચે આ સૂચનો કર્યાં છે:

  • જે ઉમેદવારો સામે ગંભીર ગુનાઓનાં કેસ દાખલ થયા છે, તેમને ચૂંટણી લડવાથી પ્રતિબંધ કરવો જોઈએ.
  • રાજકીય પક્ષોમાં કયા આધારે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે છે, એ માપદંડ જાહેર કરવો જોઈએ.
  • નેતાઓનાં વિરુદ્ધ દાખલ થયેલા કેસ ફાસ્ટ-ટ્રૅક થવા જોઈએ અને ચુકાદો સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપવો જોઈએ.

બીબીસી સાથેની વાતચીતમાં આઈ.આઈ.એમ. અમદાવાદના ભૂતપૂર્વ પ્રોફેસર અને નેશનલ ઇલેક્શન વૉચના પ્રમુખ જગદીપ છોકરે કહ્યું, "આ તારણો દેશનાં રાજકીય પક્ષોના માનસિકતામાં કોઈ તફાવત નહીં લાવી શકે. પરંતુ દેશનાં નાગરિકોનાં હિતમાં અને મૂળભૂત રીતે લોકશાહી માટે આ એક મહત્ત્વપૂર્ણ પ્રયાસ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો