Top News: કાસ્ટિંગ કાઉચ સંસદમાં પણ થાય છે: રેણુકા ચૌધરી

Image copyright Getty Images

એનડીટીવીના અહેવાલ મુજબ, કોંગ્રેસના પૂર્વ પ્રધાન રેણુકા ચૌધરીએ કહ્યું કે બોલીવુડમાં જ નહીં પરંતુ સંસદ જેવાં સ્થળોએ પણ કાસ્ટિંગ કાઉચ થાય છે.

મંગળવારે રેણુકા ચૌધરીએ કાસ્ટિંગ કાઉચ અંગે કહ્યું હતું, "આ માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ નથી, તે દરેક જગ્યાએ થાય છે અને આ એક કડવું સત્ય છે.

"એવું ના વિચારશો કે સંસદ કે અન્ય સ્થળો આમાંથી મુક્ત છે. આ સમય છે કે લોકોએ આગળ આવીને આ મામલે બોલવું જોઈએ."

રેણુકા ચૌધરીનો રાજ્યસભાનો કાર્યકાળ ગયા મહિને જ પૂર્ણ થયો છે. તેમણે કોરિયોગ્રાફર સરોજખાનના કાસ્ટિંગ કાઉચ અંગેના નિવેદન બાદ આ વાત કહી હતી.

સરોજ ખાને કહ્યું હતું કે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પાછળ કેમ પડ્યા છો? તે લોકોને રોજગારી તો આપે છે, રેપ કરીને છોડી નથી દેતા.

આ નિવેદન બાદ સરોજખાનની ટીકા થતાં તેમણે માફી માગવાનો વારો આવ્યો હતો.


કોંગ્રેસના હાથમાં લોહીના દાગ છે: સલમાન ખુર્શીદ

Image copyright Getty Images

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં આયોજીત એક કાર્યક્રમમાં પૂર્વ વિદેશમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે કહ્યું હતું કે કોંગ્રેસના હાથ પર મુસલમાનોના લોહીના દાગ છે.

આ નિવદેન સલમાન ખુર્શીદે એક વિદ્યાર્થી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપ્યું હતું.

જોકે, તેમના આ નિવેદન બાદ હોબાળો થઈ ગયો અને સલમાન ખુર્શીદને તેમના નિવેદન અંગે સ્પષ્ટતા આપવી પડી.

ખુર્શીદે કહ્યું કે મેં આ વાત એક માણસ હોવાના નાતે કહી હતી અને આ મારા વ્યક્તિગત વિચારો છે.

કોંગ્રેસે પણ ખુર્શીદના નિવેદનથી પોતાને દૂર કરી લેતાં કહ્યું હતું કે આ તેમનો વ્યક્તિગત મામલો છે.


H-1B વિઝાવાળા જીવનસાથીને અમેરિકામાં નોકરી નહીં

પાસપોર્ટ Image copyright Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, અમેરિકામાં H-1B વર્કસ વિઝાધારકો માટે માઠા સમાચાર આવ્યા છે.

આ વિઝા ધરાવતા લોકો હવે અમેરિકામાં નોકરી નહીં કરી શકે, ઉપરાંત પોતાનો કોઈ બિઝનેસ પણ શરૂ નહીં કરી શકે.

અહેવાલ મુજબ નિયમોમાં થયેલા આ ફેરફારોને કારણે એક લાખ ભારતીયોને અસર થવાની સંભાવના છે.

જેમાં મોટાભાગની મહિલાઓને અસર થશે છે. જેઓ પોતાના જીવનસાથી અમેરિકામાં નોકરી કરતા હોવાથી આ વિઝાના આધારે ત્યાં જાય છે અને નાનાં-મોટાં કામ દ્વારા રોજગારી મેળવે છે.

આ વિઝા મોટેભાગે ભારતના આઈટી ક્ષેત્રમાં કામ કરતા લોકોમાં પૉપ્યૂલર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો