લાલુએ કહ્યું, "મારો જીવ જોખમાશે તો જવાબદારી તમારી”

લાલૂ પ્રસાદ યાદવ. Image copyright RAVEENDRAN/Getty Images
ફોટો લાઈન લાલૂ પ્રસાદ યાદવ.

દિલ્હીના એમ્સ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા લાલુ પ્રસાદ યાદવને ડૉક્ટર્સે સોમવારે રજા આપી છે.

પરંતુ હૉસ્પિટલમાંથી મળેલી રજા બાબતે તેમણે વાંધો ઉઠાવ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

એમ્સના ડિરેક્ટરને લાલુએ એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું, "હજી મારી તબિયત સારી નથી. હું કિડની ઇન્ફેક્શન, હૃદય રોગ, ડાયબીટિઝ સહિત અનેક રોગોથી પીડિત છું. હૉસ્પિટલમાંથી છૂટી જવાની પ્રક્રિયા અંગે તપાસ થઈ રહી છે. જો મને અહીંયાથી રાંચી મોકલવામાં આવે અને મારા જીવનને કોઈ પણ પ્રકારનું જોખમ આગળ આવે, તો તમારી સંપૂર્ણ જવાબદારી હશે."

વધુમાં તેમણે લખ્યું હતું, "રાંચી જેલ અને મેડિકલ કૉલેજમાં કિડનીની સારવાર માટે કોઈ પણ પ્રકારની યોગ્ય વ્યવસ્થા નથી. દરેક નાગરિકનો અધિકાર છે કે તેમની સારવાર સચોટ અને સંતોષકારક રીતે થવી જોઈએ. ડૉક્ટરોને કોઈ પણ વ્યક્તિ અથવા રાજકીય પાર્ટીના દબાણમાં આવીને કોઈ નિર્ણય ન લેવો જોઈએ. જ્યાં સુધી હું સંપૂર્ણ રીતે તંદુરસ્ત ન થાઉં, ત્યાં સુધી મારી સારવાર અહીં જ થવી જોઈએ."

લાલુના પુત્ર તેજસ્વી યાદવે ટ્વીટ કરીને લખ્યું હતું, "આર.જે.ડી.ના પ્રમુખ લાલુજીએ એમ્સના ડિરેક્ટરને એક પત્ર લખ્યો છે કે તેમને હૉસ્પિટલમાંથી રજા ન મળે. તેઓ રાંચી હૉસ્પિટલમાં નથી જવા માંગતા કારણ કે ત્યાંની વ્યસ્વસ્થા સારી નથી. એમ્સના વહિવટીતંત્ર પર કોણ દબાણ કરી રહ્યું છે?"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો