અમદાવાદ: ઈસરોમાં લાગેલી આગને 25 ફાયર બ્રિગેડની ગાડીઓ 75 જવાનોએ મળી કાબૂમાં લીધી

ઇસરો

અમદાવાદમાં આવેલાં ઈસરોનાં સ્પેસ રિસર્ચ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની છે.

આગ એટલી ભયાનક હતી કે તેને બૂઝાવવા માટે બ્રિગેડ કૉલ આપવામાં આવ્યો હતો.

આગને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે 25 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી હતી.

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારના જણાવ્યા પ્રમાણે ઇસરોના એન્ટેના ટેસ્ટિંગ લેબમાં આગ લાગી હતી.

તેમણે કહ્યું, "આ લેબમાં યૂ ફોર્મમાં આગ લાગી હતી અને તે ખૂબ જલદી ફેલાઈ ગઈ. શરૂઆતમાં ઇસરોની સીઆઈએસએફની ટીમ દ્વારા આગ બૂઝાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા."

"આ ઘટનામાં સીઆરપીએફના એક જવાનને ધૂમાડાની અસર થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમની તબિયત સ્થિર છે."

તેમણે જણાવ્યું, "આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગ શા કારણે લાગી છે તે માટે રાજ્યની ફૉરેન્સિક સાયન્સની ટીપ તપાસ માટે ઇસરો પહોંચી હતી."

ઈસરોની આ બિલ્ડિંગ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી છે.

ઘટના બાદ અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેએ પણ ઈસરોની મુલાકાત લીધી હતી.

તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી.

આગને કાબૂમાં લેવા માટે 25 ફાયર બ્રિગેડની ગાડીઓ અને 75 જેટલા ફાયર બ્રિગેડના જવાનો કામે લાગ્યા હતા.

હવે એફએસએલની ટીમ આગ લાગવાના કારણી તપાસ કરશે.

મોડી સાંજે ઇસરોએ બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું, "કેટલું નુકસાન થયું તેનો અંદાજ મૂકી શકાય તેમ નથી.

"આશા છે કે તેનાથી ઇસરો કે સ્પેસ ઍપ્લિકેશન્સ સેન્ટરના વર્તમાન પ્રોજેક્ટ્સ તથા પ્રોગ્રામ્સને ખાસ અસર નહીં પહોંચે"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો